AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યા, દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ થાય છે પસાર

રાજકોટના રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહ્યા છે. દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ શહેરમાંથી નીકળી રહી છે. કોરોનાના કેસો વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સના કોલમાં વધારો થયો છે.

Rajkot: રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યા, દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ થાય છે પસાર
File Photo
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 08, 2021 | 11:07 PM
Share

રાજકોટના રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહ્યા છે. દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ શહેરમાંથી નીકળી રહી છે. કોરોનાના કેસો વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સના કોલમાં વધારો થયો છે. 108ના અધિકારીના કહેવા પ્રમાણે શહેરમાં 27 જેટલી 108 છે, જેમાં 300થી વધારે કોલ આવી રહ્યા છે. જ્યારે ખાનગી એમ્બ્યુલન્સમાં 200થી વધારે કોલ મળી રહ્યા છે. સામાન્ય રીતે 108માં એક દિવસમાં 50થી 100 કેસ આવતા હતા. જે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને જે કોલ આવી રહ્યા છે, તેમાં 50 ટકાથી વધારે માત્ર કોરોનાના છે. જે આંકડો ખૂબ જ ચિંતાજનક છે. શહેરમાં કોરોનાનો અજગરી ભરડો છે અને તેની સામે તંત્ર પાંગળું સાબિત થતું હોય તેવો ઘાટ ઘડાયો છે.

રાજ્યભરમાં ઉત્તરોતર થઈ રહ્યો છે કેસમાં વધારો

રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2,276, 28 માર્ચે 2,270, 29 માર્ચે 2,252, 30 માર્ચે 2,220, 31 માર્ચે 2,360 અને 1 એપ્રિલે 2,410 કેસ 2જી એપ્રિલે 2,640 અને 3જી એપ્રિલે 2,815 અને 4 એપ્રિલે 2,875, અને 5 એપ્રિલે 3,160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3,280, 7 એપ્રિલે 3,575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે.

4,021 કેસ, 35 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 8 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4,021 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 35 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 14, અમદાવાદમાં 9, રાજકોટમાં 4, વડોદરા 3 અને અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને મહેસાણામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 951 અને સુરતમાં 723 કેસ રાજ્યમાં આજે 8 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 951, સુરતમાં 723, રાજકોટમાં 427, વડોદરામાં 379, જામનગરમાં 104, ભાવનગરમાં 61 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

2,197 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 8 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2,197 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,07,346 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 92.44 ટકા થયો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર પર તૂટશે મહાકહેર, 30 એપ્રિલ સુધી 11 લાખથી વધુ થઈ શકે છે કોરોનાના એક્ટિવ કેસ

માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
કેબિનેટ બેઠકમાં કૃષિ રાહત પેકેજની કરાશે સમીક્ષા
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
આ રાશિના જાતકોના ઘરે અણધાર્યા મહેમાનનું આગમન થશે! જુઓ Video
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
ગુજરાત પર ફરી ત્રાટકશે વાવાઝોડું ! અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો
"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
g clip-path="url(#clip0_868_265)">