રાજકોટ: ગુજરાત કિસાન કોંગ્રેસની મગફળી કેન્દ્ર પર જનતા રેડ, જુઓ VIDEO
ટેકાના ભાવે ખરીદવામાં આવી રહેલી મગફળીના ખરીદ કેન્દ્રો પર લોલમલોચ ચાલતી હોવાના આરોપ સાથે આજે કોંગ્રેસ કિસાન સંઘના ચેરમેન અને ખેડૂતો દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સરકારી અધિકારીઓ ચુસ્તપણે નિયમોને વળગીને તેનું પાલન કરાવતા હોવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ પણ વાંચો: VIDEO: નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ, સગીરાઓ સાથે […]
ટેકાના ભાવે ખરીદવામાં આવી રહેલી મગફળીના ખરીદ કેન્દ્રો પર લોલમલોચ ચાલતી હોવાના આરોપ સાથે આજે કોંગ્રેસ કિસાન સંઘના ચેરમેન અને ખેડૂતો દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સરકારી અધિકારીઓ ચુસ્તપણે નિયમોને વળગીને તેનું પાલન કરાવતા હોવાનો આરોપ લગાવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: VIDEO: નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં તપાસનો ધમધમાટ, સગીરાઓ સાથે ગેરવર્તન મુદ્દે આશ્રમની 2 સંચાલિકાની ધરપકડ
પાલ આંબલિયાનો આરોપ છે કે સામાન્ય ભુલના બદલામાં ખેડૂતોની મગફળી ખરીદી રદ કરવામાં આવે છે. તો મગફળી તોલવાના કાંટા પર અપ્રમાણિત છે. જે કર્મચારીઓ ખરીદી કરે છે તેઓ યોગ્ય લાયકાત ધરાવતા નથી. તો સાથે જ જે બારદાનમાં મગફળી ભરવામાં આવે છે તેના પર નાફેડનો લોગો પણ લગાવામાં આવ્યો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જોકે બીજી તરફ રાજકોટના પ્રાંત અધિકારીએ પાલ આંબલિયાએ લગાવેલા તમામ આરોપો નકાર્યા હતા અને મગફળીની ખરીદી પ્રક્રિયા નિયમ મુજબ જ કરવામાં આવતી હોવાનો રાગ આપાલ્યો હતો. જોકે અધિકારીઓએ ખેડૂતોને આશ્વાસન આપ્યું અને ખોટી દોરવણીમાં ન આવીન સરકાર પર વિશ્વાસ રાખવાનું જણાવ્યું હતુ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો