Rajkot : પોલીસે કોરોના સામે જાગૃતિ માટે દોરાવ્યા પેઈન્ટીંગ, લોકોને ગાઇડલાઇનનું ચુસ્ત અમલ કરવા કરી અપીલ

Rajkot : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ચિત્રનગરીના કલાકારોની મદદથી જાહેર રસ્તા પર જાગૃતિ અંગેના પેઈન્ટીંગ દોરાવવામાં આવ્યાં.

Rajkot  : પોલીસે કોરોના સામે જાગૃતિ માટે દોરાવ્યા પેઈન્ટીંગ, લોકોને ગાઇડલાઇનનું ચુસ્ત અમલ કરવા કરી અપીલ
રાજકોટમાં કરોના સામે જાગૃતિના પેઈન્ટીંગ
Follow Us:
| Updated on: Apr 11, 2021 | 4:39 PM

Rajkot  : રાજ્ય સહીત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. શનિવારે રાજ્યમાં પહેલીવાર પાંચ હજારથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા હતા. કોરોના અંગે જાગૃતિ લાવવા માટે Rajkot માં પ્રશાસન અને હવે પોલીસ વિભાગ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને દોરવ્યા પોસ્ટર રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. રાજકોટમાં અન્ય ત્રણ મહાનગરોની જેમ જ દિવસેને દિવસે સ્થિતિ બગડી રહી છે. ત્યારે તકેદારી, સારવારની સાથે સાથે લોકોમાં કોરોના સામે જાગૃતતા આવે તે પણ જરૂરી છે. રાજકોટના નાગરિકોમાં કોરોના સામે જાગૃતતા આવે એ માટે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા ચિત્રનગરીના કલાકારોની મદદથી જાહેર રસ્તા પર જાગૃતિ અંગેના પોસ્ટર દોરવ્યા છે જેમાં લોકોને માસ્ક પહેરવા, રસીકરણમાં જોડાવા તથા સોશિયલ ડિસટન્સનો ચુસ્ત અમલ કરવાની અપીલ કરવામાં આવી છે.

 Rajkot Corona Update : Police draws Corona awareness paintings, appeals to people to strictly follow guidelines

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ ખુમાનસિંહ વાળાના કહેવા પ્રમાણે કોરોનાને ડામવા માટે લોકોમાં જાગૃતતા આવે તે જરૂરી છે જેથી આ પ્રકારનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી અહીંથી પસાર થનાર લોકોના ધ્યાને આ ચિત્ર આવે અને તેઓ કોરોનાની ગાઇડલાઇન અંગે જાગૃત થાય. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના કેસ અને મૃત્યુઆંક વધી રહ્યો છે જે ખૂબ ચિંતાજનક છે ત્યારે લોકો કોરોના અંગેની તમા ગાઈડલાઈનનું પાલન કરે એ હવે જરૂરી બની ગયું છે.

 Rajkot Corona Update : Police draws Corona awareness paintings, appeals to people to strictly follow guidelines

રાજ્યમાં 10 એપ્રિલે 5011 કેસ, 49 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં ગઈકાલે 10 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 5011 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 49 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ 16 – 16 મૃત્યુ, રાજકોટમાં 8, વડોદરામાં 4, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 2-2, અને ભાવનગર, છોટાઉદેપુરમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,746 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,42,026 થઇ છે.

Rajkot ની વાત કરીએ તો સરકારી આંકડાઓ પ્રમાણે 10 એપ્રિલે રાજકોટ શહેરમાં કોરોનાના નવા 462 કેસ નોંધાયા છે, જયારે રાજકોટ જિલ્લામાં 67 નવા કેસ નોધાયા છે. 10 એપ્રિલે રાજ્યમાં કોરોનાના કારણે કુલ 49 દર્દીઓના મૃત્યુ થયા હતા જેમાંથી રાજકોટ શહેરમાં 8 કોરોના મૃતકોના કરૂણ મૃત્યુ થયા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">