Rajkot Corona: લો.. બોલો, રાજકોટમાં Coronaની રસી લગાવનારને મળે છે સોનાની ગિફ્ટ

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવા માટે અલગ-અલગ પ્રકારની ગિફ્ટ પણ આપવામાં આવી રહી છે. આ રીતે અલગ- અલગ પ્રયાસ હાથ ધરીને કોરોના રસીકરણને વેગ આપવાનું છે જેથી વધુમાં વધુ લોકો કોરોના વેક્સીન લેવા માટે આવે.

Rajkot Corona: લો.. બોલો, રાજકોટમાં Coronaની રસી લગાવનારને મળે છે સોનાની ગિફ્ટ
રાજકોટ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Apr 05, 2021 | 4:00 PM

Rajkot Corona : ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનને વેગ આપવા માટે હવે ગીફ્ટની આપ લે શરૂ થઈ ગઈ છે. કોરોનાની રસી મુકાવો અને સામે ગોલ્ડ લઈ જાવ. આ છે રાજકોટમાં ચાલી રહેલી લોભામણી ઓફર.

રાજકોટમાં કોરોના રસીકરણને વધારવા માટે એક શાનદાર ઉપાય શોધ્યો છે.રાજકોટના સોની સમાજ દ્વારા સામાન્ય નાગરિક જે કોરોનાની રસી લે છે તેને પ્રોત્સાહિત કરી રહ્યા છે. સોની સમાજ દ્વારા જે મહિલાઓ રસી લે છે તેને સોનાની ચૂંક (નોઝ રિંગ) ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. જયારે પુરુષોને હેન્ડ બ્લેન્ડર આપવામાં આવે છે.

લોકો કોરોના વેક્સીનને લઈને જાગૃત થાય તે માટે મહેસાણામાં પણ આ પ્રકારની પહેલ કરવામાં આવી હતી. મહેસાણામાં કોરોનાની રસી લેનાર વ્યક્તિને આકર્ષક ગિફ્ટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે. મહેસાણાના એક કાર વર્કશોપમાં કોરોન વેક્સીનનું સર્ટિફિકેટ લઈ જવા પર  કારની જનરલ સર્વિસમાં કોઈ લેબર ચાર્જ નહીં અને કાર એસસરીઝમાં 10 ટકાની છૂટ આપવામાં આવે છે. આ ઓફરથી લોકોને કોરોના વેક્સીન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ યથાવત છે. રાજ્યમાં 27 માર્ચ બાદ કોરોનાના કેસો ઉત્તરોત્તર સપાટી પાર કરી રહ્યા છે.27 માર્ચે 2276, 28 માર્ચે 2270, 29 માર્ચે 2252, 30 માર્ચે 2220, 31 માર્ચે 2360 અને 1 એપ્રિલે 2410 કેસ 2જી એપ્રિલે 2640 અને 3જી એપ્રિલે 2815 નવા કેસ આવ્યાં બાદ 4 એપ્રિલે પણ 2800થી વધુ નવા કેસ સામે આવ્યાં છે.

રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 3 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 13,298 એક્ટીવ કેસ હતા, જે 4 એપ્રિલે વધીને 15135 થયા છે.જેમાં 16 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 14,972 લોકોની સારવાર ચાલી રહી છે.

રાજ્યમાં 4 એપ્રિલે 2024 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 2,98,737 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 93.81 ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 72,72,484 લોકોને કોરોનાની રસી અપાઈ છે.

આ પણ વાંચો: કોરોનાના વધતા કેસ મામલે Lata Mangeshkarએ કહ્યું કે, નિયમનાં ધજાગરા ઉડાડવાનું બંધ થવું જોઈએ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">