ગીતાના પાઠ અભ્યાસમાં દાખલ કરવા મુદ્દે રાજકારણ તેજ, મદ્રેસામાં કેમ કુરાન ભણાવાય છે તે સવાલ ઉઠાવી જુઓ: પુરુષોત્તમ રૂપાલા
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાએ ગીતાના અભ્યાસને લઈ સવાલ ઉઠાવ્યા. તો કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં સિસોદિયા પર વળતો પ્રહાર કર્યો.
ગુજરાતના અભ્યાસક્રમમાં ગીતાના પાઠ (Geeta paath) દાખલ કરવા મુદ્દે રાજકારણ તેજ થયુ છે. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા (Union Minister Purushottam Rupala)એ નિવેદન આપ્યુ છે કે ભારતમાં ગીતા અને તેના પાત્રો સામે નિવેદન થઇ શકે છે. પણ મદ્રેસામાં કેમ કુરાન ભણાવાય છે તે સવાલ ઉઠાવી જુઓ. મદરેસાની ટીકા કેમ નથી નથી. રાજ્ય સરકારનો સારો નિર્ણય છે અટલે તેનો વિરોધ થઇ શકતો નથી.
ગુજરાતની શાળાઓમાં હિંદુ ધર્મગ્રંથ ગીતાનો અભ્યાસ કરાવવાને લઈ રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદીયાએ ગીતાના અભ્યાસને લઈ સવાલ ઉઠાવ્યા. તો કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં સિસોદિયા પર વળતો પ્રહાર કર્યો. પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું મદ્રેસામાં કુરાન ભણાવવામાં આવે છે.. જો સિસોદિયામાં હિંમત હોય તો તે અંગે કેમ સવાલ ઉઠાવતા નથી. ભારતમાં ગીતા અને રામાયણના પાત્રો પર બફાટ કરતા વિપક્ષી દળ મદ્રેસામાં કુરાનના અભ્યાસ પર ટિપ્પણી કરવાની હિંમત કરી શકતા નથી. ભારતના સહનશીલ હિંદુઓની વધુ પરીક્ષા લેવાનું વિપક્ષે બંધ કરવું જોઈએ.
પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે શાળાઓમાં ગીતા ભણાવવાનો ઉમદા નિર્ણય કર્યો છે. જેથી સારા નિર્ણયના વખાણ કરવાને બદલે આપના નેતાઓ પોતાના સંસ્કાર પ્રમાણે પ્રદર્શિત કરી રહ્યાં છે. કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ જ આવા નેતાઓને સદબુદ્ધિ આપશે.
આ પણ વાંચો-
Mehsana: આખજના પિતા-પુત્રએ દેશભરમાં 200 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ
આ પણ વાંચો-