Mehsana: આખજના પિતા-પુત્રએ દેશભરમાં 200 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ
આરોપીઓએ આઈફોન 15000 રૂપિયામાં આપવાના નામે ઘણા લોકો સાથે ઠગાઇ કરી છે. જો કે ગ્રામજનો આ મુદ્દે કાઈ વધુ બોલવા તૈયાર નથી.
મહેસાણા(Mehsana) ના આખજ ગામના પુત્ર નીલ પટેલ અને પિતા ગોરધન પટેલે લોકોને સસ્તા આઇ ફોન આપવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરી હોવાની સમગ્ર દેશમાં 20 જેટલી ફરિયાદ નોધાઇ છે. મળતી માહિતી મુજબ આરોપી- નીલ પટેલ, તેના પિતા- ગોરધન પટેલએ મળીને 200થી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી છે. હૈદરાબાદ પોલીસે (Hydrabad Police)ગોરધન પટેલની અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી લૂક આઉટ સર્ક્યુલરના આધારે ધરપકડ પણ કરી છે.
મહેસાણાના આખજના વતની ગોરધનભાઇનો ગામમાં રૂપિયા બે કરોડનો આલીશાન બંગલો ધરાવે છે. ગોરધન પટેલ થોડા સમય યુગાન્ડામાં ધંધા અર્થે સ્થાયી થયા હતા. આરોપીઓએ આઈફોન 15000 રૂપિયામાં આપવાના નામે ઘણા લોકો સાથે ઠગાઇ કરી છે. જો કે ગ્રામજનો આ મુદ્દે કાઈ વધુ બોલવા તૈયાર નથી. મળતી માહિતી મુજબ જે લોકો સાથે નીલ પટેલે ઠગાઈ કરી એ લોકો આખજ ગામમાં થોડા સમય પહેલા જ રહેવા આવ્યા હતા. ત્યારે ગોરધન પટેલે આ લોકોને ધીમે ધીમે પૈસા પરત આપવાની વાતો કરી હતી. પણ બાદમાં ગોરધન પટેલ પણ રફૂ ચક્કર થઈ ગયા હતા.
જો કે સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આખજના સરપંચનું નિવેદન પણ સામે આવ્યુ છે. આખજના સરપંચે કહ્યું કે ગ્રામજનો સાથે પિતા-પુત્રએ ક્યારેય કોઈ ઠગાઈ કરી નથી.
આ પણ વાંચો-
Gir Somnath: કેસર કેરીના ચાહકો માટે માઠા સમાચાર, આ વર્ષે બમણા રુપિયા ચુકવી માણવો પડશે કેસર કેરીનો સ્વાદ
આ પણ વાંચો-
Surendranagar: ઢાંકી ગામના યુવકે ગામની પાણીની સમસ્યા એકલા હાથે ઉકેલી, ગ્રામજનોને પાણી આપવા નદીના વહેણ બદલી નાખ્યા

સરદારનુ નામ ભૂંસવાનો પ્રયત્ન કરનારને કોંગ્રેસના અધિવેશનથી જવાબ અપાશે

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

મહેસાણામાંથી એક સંતનું એક હજાર વર્ષ જૂનુ કંકાલ મળી આવ્યુ- Video

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
