અરવલ્લીઃ મોડીરાત્રી બાદ પલટાયુ વાતાવરણ, 7 દિવસમાં બીજી વાર કમોસમી વરસાદે ચિંતા વધારી
Rainfall in many areas in Aravalli: અરવલ્લી જિલ્લામાં મોડીરાત્રી બાદ ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક સપ્તાહના સમયગાળામાં ફરીવાર વરસાદને લઈ ખેડૂતોની ચિંતા વધી ચૂકી છે. ખાસ કરીને બટાકાનુ વાવેતર કરનારા ઉત્તર ગુજરાતના ખેડૂતોને માટે ચિંતાના વાદળો છવાઈ ગયા છે.
અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન એકાએક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગઈ મોડી સાંજ સુધી વાતાવરણ યોગ્ય લાગી રહ્યુ હતુ, ત્યાં જ મોડી રાત્ર બાદ વાતાવરણ પલટાતા કમોસમી વરસાદ વરસ્યો હતો. વહેલી પરોઢે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
જિલ્લાના મોડાસા શહેર ઉપરાંત, માલપુર અને મેઘરજ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારમાં કમોસમી વરસાદના હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. કેટલાક વિસ્તારોમાં તો જાણે કે શિયાળાને બદલે ચોમાસુ જામ્યુ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગત સપ્તાહે રવિવારે વરસાદ વરસ્યો હતો. સતત બીજા રવિવારે વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચોઃ રોકાણકારો ફરી રડ્યા! અમદાવાદની કંપની સામે છેતરપિંડી આચર્યાની ઈડર પોલીસે ફરિયાદ નોધી
અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Dec 03, 2023 09:22 AM
Latest Videos

અસામાજિક તત્વોના આતંક બાદ અમદાવાદના 28 PIની આંતરિક બદલી

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ
