Rain Breaking: અમદાવાદમાં પ્રથમ વરસાદે જ ખોલી તંત્રની પોલ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, વાહનચાલકોને પારાવાર હાલાકી
Ahmedabad: શહેરમાં અડધા કલાક પડેલા ધોધમાર વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવ્યો હતો.
Ahmedabad: અમદાવાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં કરા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જો કે પહેલા વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જાહેરમાર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી હતી.
વરસાદે ખોલી તંત્રની પોલ
શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો અટવાયા હતા. અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે કેટલાક વાહનચાલકોના વાહનો પણ બંધ થઈ જતા ભારે હાલાકી પડી હતી. પ્રિમોન્સુન કામગીરીના દાવા વચ્ચે કમોસમી વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ત્યારે ચોમાસા દરમિયાન પણ શહેરીજનોને આ જ પ્રકારની હાલાકી સહન કરવાનો વારો આવી શકે છે.
શહેરના અનેક વિસ્તારોમાં વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સાથે ભારે પવન ફુંકાવાને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. વરસાદ અને તોફાની પવનને કારમે વિવિધ સ્થળે ઝાડ પડવાના ફાયર બ્રિગેડમાં અનેક કોલ નોંધાયા. રાયખડ સહિત પાંચ સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા. જ્યારે આશ્રમ રોડ પર બાટા શો રૂમ પાસે લિફ્ટ બંધ થતા કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડે રેસક્યુ કર્યુ હતુ. ચાંદખેડા વિસ્તારમાં ગરનાળામાં કેટલાક લોકો ફસાયા હોવાનો પણ પોલીસ દ્વારા ફાયર કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. તમામ સ્થળો પર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો : Breaking News: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ
ઈનપુટ ક્રેડિટ – મિહિર સોની- અમદાવાદ
આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો