Breaking News: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ચારે તરફ પાણી ફરી વળ્યા છે.

Breaking News: અમદાવાદના વાતાવરણમાં આવ્યો પલટો, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 7:29 PM

હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ચારે તરફ પાણી ફરી વળ્યા છે.

તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે ચારે તરફ ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. બપોર બાદ વાદળછાયુ વાતાવરણ છવાયુ છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ સાથે મહેસાણા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો છે. પવન અને વીજળી સાથે વરસાદી છાંટા પડ્યાં. વરસાદી છાંટા પડતા લોકોને ગરમીથી રાહત અનુભવાઈ છે.

વરસાદ સાથે કરા પણ પડવાની ઘટના સામે આવી છે. ધોહડમર વરસાદ સાથે વીજળીના ચમકારા અને કરા પડ્યા છે. મહત્વનુ છે કે જ્યારે નદી અને સમુદ્રમાંથી પાણીનું બાષ્પીભવન થાય છે, ત્યારે તે નિયમિત પ્રક્રિયામાં વાદળો બનાવે છે. જ્યારે આ વાદળો ગાઢ થવા લાગે છે, ત્યારે તેઓ વરસાદના રૂપમાં પાણી વરસાવવાનું શરૂ કરે છે.

જો કે, ઘણી હદ સુધી વરસાદ પવનની ગતિ, દબાણ અને તાપમાન પર પણ આધાર રાખે છે. મહત્વનુ છે કે પાણી વરાળ બની જેમ જેમ આકાશમાં જાય છે તેમ ત્યાંનું તાપમાન ઘટતું જાય છે. 03 કિમીથી ઉપરના આકાશનું તાપમાન શૂન્ય અથવા ઓછું થવાનું શરૂ થાય છે, પાણીના નાના ટીપાં આકાશમાં પહોંચે છે તે થીજી જાય છે. જ્યારે બરફના નાના બિંદુઓમાં પરિવર્તન થાય છે, ત્યારે તેમના સંપર્કમાં આવતા પાણી પણ બરફ બનવા લાગે છે. તેમનો આકાર ગોળાકાર બને છે. લગભગ એક કિલોના કરા પણ પડ્યા છે, આ ગોળ ટુકડાઓનું વજન વધુ પડતાં જ તે નીચે પડવા લાગે છે.

આ પણ વાંચો : રાજ્યવાસીઓને ગરમીમાંથી મળશે આંશિક રાહત, ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા 28 અને 29મી મે એ વરસાદની આગાહી

અમદાવાદમાં હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. નાવકાસ્ટ જાહેર કરીને વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની કરાઇ હતી. મહીસાગર, દાહોદ, ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદ શહેર, આણંદ, અરવલ્લી, ભરૂચ, અને વડોદરામાં વરસાદની આગાહી આગાહી કરાઇ હતી.

આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો

g clip-path="url(#clip0_868_265)">