Rain Breaking : વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આગામી બે દિવસ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
Gujarat Rain : હવામાન વિભાગએ વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જો કે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarat Rain : વરસાદને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી, સપ્ટેમ્બર મહિનો પણ સુકો રહે તેવી શક્યતા, જુઓ Video
તો આ તરફ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બે દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે અનુસાર રાજ્યમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ભરૂચ. છોટા ઉદેપૂર. વડોદરા. દાહોદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી
આવતી કાલે અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. થન્ડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી માહોલ હાલ મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમને લઈને ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. તો બીજી તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદ રહે તેવી આગાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનાથી રાજ્યમાં વરસાદ ન હતો. જે બાદ છેલ્લા કેટલાક દિવસથી હવામાન વિભાગની આગાહી તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં બે દિવસ પહેલા રાજ્યમાં 94.5 ટકા જેટલો સિઝનનો વરસાદ નોંધાયો હતો. જે વરસાદમાં ગત બે દિવસમાં પડેલા વરસાદને લઈને રાજ્યમાં હાલ સુધી 96.5 ટકા વરસાદ નોંધાયો છે. અને હજુ પણ આ વરસાદની ટકાવારી વધવાની શક્યતા છે. એટલે કે આ સિઝનમાં 100 ટકા જેટલો વરસાદ નોંધાઈ શકે છે. જે ચાલુ સિઝનનો સારો વરસાદ કહી શકાય.