કૃષિ પ્રધાન રાઘવજી પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક,રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જુઓ વીડિયો

|

Feb 11, 2024 | 10:52 PM

રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર  માટે ખસેડવામાં આવ્યા છે.બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.  હાલ રાઘવજી પટેલની તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગત અપાઈ છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક,રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જુઓ વીડિયો
Rajkot

Follow us on

રાજકોટના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર  માટે ખસેડવામાં આવ્યા છે.બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.  હાલ રાઘવજી પટેલની તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગત અપાઈ છે.

 

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ગામ ચલો અભિયાન દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જામનગર જિલ્લાના બેરાજા ગામે ગત રાતે બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. ડોકટર સંજય ટિલાળા સાથે TV9 ગુજરાતીએ વાતચીતમાં જણાવ્યુ કે રાઘવજી પટેલને મગજમાં નાનુ હેમ્રેજ થયુ છે. તેમજ તેમની તબિયત સુધારા પર છે તેવી માહિતી આપવામાં આવી છે.

બ્રેન સ્ટ્રોક એટલે શું ?

બ્રેઈન સ્ટ્રોક એટલે જ્યારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખુ ના થાય ત્યારે મસ્તિષ્કની કોશિકાઓ મરવા લાગે છે. જેના પગલે થતી સમસ્યાને બ્રેન સ્ટ્રોક કહેવાય છે.આમાં મસ્તિષ્કની લોહી પહોંચાડતી નળીઓ ફાટી જાય છે.જેને બ્રેન હેમ્રેજ કહેવામાં આવે છે. આને બ્રેન એટેક પણ કહી શકાય છે.

( વીથ ઈનપુટ – રોનક મજીઠીયા ) 

 

Published On - 9:09 am, Sun, 11 February 24

Next Article