AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બદલાયું સુરત જેલનું દ્રશ્ય, સફેદ દિવાલો નહીં, જેલની દિવાલો પર પથરાયા રંગો, કેદીઓ બન્યા પેઈન્ટર!

જેલનું નામ આવે તો સ્વાભાવિકપણે નજર સામે જે દ્રશ્ય ખડું થાય તેમાં જેમાં પ્લેઈન સફેદ દિવાલો પહેલા દેખાય. પરંતુ સરત જિલ્લાના 2 કેદીઓએ આ દ્રશ્ય બદલવાનું જાણે કે નક્કી કરી લીધું છે. સફેદ દિવાલોની જગ્યાએ આ દિવાલો પર રંગો જોવા મળે અને સાથે જ કંઈક એવું પણ જે કંઈ સંદેશો પણ આપતા હોય. અમે વાત […]

બદલાયું સુરત જેલનું દ્રશ્ય, સફેદ દિવાલો નહીં, જેલની દિવાલો પર પથરાયા રંગો, કેદીઓ બન્યા પેઈન્ટર!
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 04, 2019 | 5:05 AM
Share

જેલનું નામ આવે તો સ્વાભાવિકપણે નજર સામે જે દ્રશ્ય ખડું થાય તેમાં જેમાં પ્લેઈન સફેદ દિવાલો પહેલા દેખાય. પરંતુ સરત જિલ્લાના 2 કેદીઓએ આ દ્રશ્ય બદલવાનું જાણે કે નક્કી કરી લીધું છે.

સફેદ દિવાલોની જગ્યાએ આ દિવાલો પર રંગો જોવા મળે અને સાથે જ કંઈક એવું પણ જે કંઈ સંદેશો પણ આપતા હોય.

અમે વાત કરી રહ્યાં છે હત્યાના કેસમાં સજા કાપી રહેલા બે કેદીઓ અજય ઉર્ફે જીતેન્દ્ર મેવાલાલ મોર્ય અને અનવર અલી મલિક. સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહેલા આ 2 કેદીઓ હાલ ચર્ચાનો  વિષય બન્યા છે. હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપતા આ બન્ને કેદીઓએ ખૂબ સરસ ચિત્રો બનાવ્યા છે. ભગવાન રામનું ચિત્ર હોય કે પછી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત, સુંદર ભારતના સ્વપ્નનું ચિત્ર. આ બન્ને કલાકારોએ ગણતરીના દિવસોમાં જેલની દીવાલો પર ચિત્રો તૈયાર કરીને સાથી કેદીઓમાં જ નહીં પણ તેમને મળવા આવતા સગા-સંબંધીઓ અને જેલ કર્મચારીઓમાં પણ આકર્ષણ ઉભું કર્યું છે. 100થી વધુ ચિત્રો બનાવનારા આ બન્ને કલાકારો હાલ જેલના 20થી વધુ કેદીઓને નેચરલ આર્ટના કલાસ પણ કરાવી રહ્યા છે.

કેદી અજય ઉર્ફે જીતેન્દ્ર મેવાલાલ મોર્યએ જણાવ્યું હતું કે વર્ષ 2006માં હત્યા કેસમાં આજીવન કેદની સજા થયા બાદ 13 વર્ષથી જેલમાં ચિત્રકામ કરી આર્ટ અને કલાકારી સાથે જીવી રહ્યો છું. હત્યા કરવી એક મજબૂરી કહી શકાય, હું ના મારતે તો હું જીવતો ના હોત તેમ કહીને તેણે વધુમાં જણાવ્યું,

“બસ હવે ચિત્રકામને જ જીવન બનાવી દીધું છે. આજ દિન સુધીમાં લગભગ મારા જેવા જ એક કલાકાર સાથે મળીને 100થી વધુ ચિત્રો તૈયાર કર્યા છે. જે જેલના સભાખડમાં મૂકવામાં આવ્યા છે. એક જ ઈચ્છા છે કે આ તમામ ચિત્રો સાથે એક પ્રદર્શન પણ યોજું. પણ સરકાર પરવાનગી આપશે કે કેમ તેવું વિચારી દિલના અરમાનોને દિલમાં જ રાખ્યા છે.”

આર્ટ કલાકારી સાથે આ કેદીએ લગભગ 4 કવિતા અને 20થી વધુ ગઝલ લખીને જીવનને આર્ટ સાથે સંગીતમય પણ બનાવી દીધું છે.

અન્ય એક કલાકાર કેદી અનવર અલી મલિકે જણાવ્યું,

“19 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો છું. આર્ટ કલાકારી મારો શોખ હતો. પણ હત્યા કેસમાં સજા થયા બાદ જેલમાં આવ્યા પછી જે લગભગ છૂટી ગયો હતો. પરંતુ મારા જેવા જ કલાકાર જીતેન્દ્ર ભાઈને જેલમાં ચિત્રકામ કરતા જોયા બાદ મારો શોખ પણ પાછો જાગ્યો.”

ત્યારબાદ આ બન્ને કલાકારોએ માત્ર 3ડી પેઈન્ટિંગ જ નહીં પણ નેચરલ, ટ્રેડિશનલ, ભગવાન અને સ્કેચ પેઈન્ટિંગ બનાવી. જેલના કેદીઓ સાથે જેલ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. 96 ઇંચની નાનામાં નાની પેઈન્ટિંગથી લઈ 84 ફૂટ ની મોટામાં મોટી પેઈન્ટિંગ હાલ જેલની દીવાલો પર આકર્ષણ જમાવી રહી છે.

જેલના ઇતિહાસમાં પહેલીવાર કેદીઓ પાસે જેલની દીવાલ પર પેઈન્ટિંગ કરાવાઈ હોય એમ કહી શકાય. એટલું જ નહીં, પણ 20થી વધુ કેદીઓને જેલમાં પેઈન્ટિંગના કલાસ કરાવાઈ રહ્યાં છે. એ પણ એક અનોખી વાત છે. આ બંને કેદીઓના પરિવાર પણ ખુશ છે કારણ કે જેલના અધિકારીઓ તેમને હત્યાના આરોપી કેદી તરીકે નહીં પણ કલાકાર તરીકે ઓળખે છે.

[yop_poll id=1058]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">