પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માં અંબાના પ્રાગટ્ય દિવસ પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શક્તિપીઠના પ્રાંગણમાં હવન કરીને વિશ્વ કોરોનાથી મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ હવનમાં ગણતરીના ભક્તોને જ દર્શન-પૂજાનો લાભ મળ્યો હતો. અંબાજી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરાયું હતું તો માતાજીને ખાસ સોનાના થાળમાં મીઠાઈ, શાકભાજીના 56 ભોગનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતા. જો કે દર વર્ષની જેમ માતાજીની નગરયાત્રા મુલતવી રાખવામાં આવી હતી. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો: Rajkot: E-Memoને લઈને રાજકોટના વકીલો મેદાને, પુરાવાઓ સાથે કરી સરકારને રજૂઆત