પોરબંદરના બખરલા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો ખેલ ખેલાયો, 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી

પોરબંદરના બખરલા ગામે 2 માસની બાળકીને કફ અને ઉધરસની સમસ્યા થઈ હતી. ત્યારે તેના પરિવારે દેશી ઉપચાર કર્યા પણ બાળકી સાજી ન થતાં તેમણે ભૂવાની મદદ લીધી હતી.

પોરબંદરના બખરલા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો ખેલ ખેલાયો, 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી
In Bakharla village of Porbandar atrocity game was played under the guise of superstition 2 month old girl survived being pushed to the face of death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 1:18 PM

શું ગરમ લોખંડના સળીયાના ડામ આપવાથી કફ કે ઉધરસનો ઇલાજ થઇ શકે ? આ સવાલ આપને ચોક્કસ વિચિત્ર લાગશે પરંતુ આ વિચિત્ર સવાલ પાછળ છૂપાયેલી છે એક નરી વાસ્તવિકતા. અને આ વાસ્તવિકતા સભ્ય સમાજને શરમમાં મુકે છે. આવી જ એક ઘટના પોરબંદરના બખરલા ગામમાં સામે આવી છે. જ્યાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો એવો તો ખેલ ખેલાયો કે 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી છે.

આ પણ વાંચો : Gujarati Video : પોરબંદરના માછીમારોની પાકિસ્તાન કબજામાં રહેલી 1200 બોટ અને 550 માછીમારોને મુક્ત કરાવવા માંગ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પોરબંદરના બખરલા ગામે 2 માસની બાળકીને કફ અને ઉધરસની સમસ્યા થઈ હતી. ત્યારે તેના પરિવારે દેશી ઉપચાર કર્યા પણ બાળકી સાજી ન થતાં તેમને ભૂવાની મદદ લીધી હતી. તંત્ર-મંત્રના જાણકાર ભૂવાએ સારવારના નામે બાળકી પર અત્યાચાર ગૂજાર્યો હતો અને ગરમ લોખંડના સળીયાથી તેના શરીર પર ડામ આપ્યા હતા. બાળકી ચીસો પાડતી રહી પરંતુ ન તો ભૂવાને ભાન થયું કે ન તો પરિવારને દયા આવી. ભૂવાએ ડામ આપ્યા બાદ પણ બાળકી સાજી ન થતાં આખરે પરિજનો બાળકીને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં તબીબોની પ્રાથમિક સારવારમાં બાળકીને ડામ અપાયા હોવાનો ખુલાસો કર્યો હતો.

તે સમયે બાળકીની સ્થિતિ એટલી નાજૂક હતી કે તેને ICUમાં રાખવાની ફરજ પડી, મળતી માહિતી અનુસાર હાલ બાળકીની તબિયત સ્થિર છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણો સભ્ય સમાજ અંધશ્રદ્ધાની આગમાં સળગતો રહેશે ? ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે બાળકો પર અત્યાચાર થતો રહેશે ? બાળકીના ઇલાજ માટે તબીબોના બદલે કેમ ભૂવાની મદદ લેવાઇ ?

g clip-path="url(#clip0_868_265)">