પોરબંદરથી સુદામા એક્સપ્રેસ, કસ્તુરબા ગાંધી એક્સપ્રેસ ટ્રેન શરુ કરવા રમેશ ધડૂકે રેલવે પ્રધાન અશ્વિનીકુમારને કરી રજૂઆત
આ ઉપરાંત પોરબંદર થી હરિદ્વાર સુધીની 'સુદામા એક્ષપ્રેસ' નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી ઝંખના પણ કરી છે. જેથી સૌરાષ્ટ્રના લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોએ જવાની સારી સગવડતા મળી રહે.
આજ રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર સાથે પોરબંદર ના સંસદ રમેશ ધડુક એ રૂબરૂ મુલાકાત કરી હતી અને વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચા કરી હતી. જેમાં પોરબંદર વિસ્તારના લોકોની મુસાફરીની સગવડતા માટે પોરબંદર થી અમદાવાદ (વાયા જેતલસર) ‘કસ્તુરબા ગાંધી એક્ષપ્રેસ’ નામની ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેમાં ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ સ્ટોપ પણ આવશે.
આ પણ વાંચો : Breaking News: સિહોર તાલુકાના વરલ ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણ, ઘટનામાં 16 વર્ષીય સગીરાનું મોત
આ ઉપરાંત પોરબંદર થી હરિદ્વાર સુધીની ‘સુદામા એક્ષપ્રેસ’ નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી ઝંખના પણ કરી હતી. જેથી સૌરાષ્ટ્રના લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોએ જવાની સારી સગવડતા મળી રહે તથા શાપુર, સરાડીયા લાઇન ની ૨૦૧૧ માં મંજૂરી મળેલ છે જેને વહેલી તકે કામગીરી શરૂ કરવાની રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ વેરાવળ વાંસઝાળિયા થી જેતલસર સાપુર સરાડીયા ફ્રીઝ કરેલ રેલ લાઈનને ફરીથી શરૂ કરવાની રૂબરૂ તેમજ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ વહેલી તકે રેલ મંત્રી અશ્વિનીકુમાર તરફથી સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
આ અગાઉ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે મંડળ દ્વારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી અને મુસાફરોની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે, અમદાવાદ મંડળ થી દોડતી પસાર થતી 12 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીઓમાં કાયમી ધોરણે વધારાના કોચ રેલવે દ્વારા ઉમેરવામાં આવી હતી.
2030 સુધીમાં ‘ગ્રીન રેલ્વે’ નું સ્વપ્ન સાકાર થશે
વર્ષ 2030 સુધીમાં ભારતના રેલ્વે નેટવર્કને ‘ગ્રીન રેલ્વે’ માં રૂપાંતરિત કરવા ભારત સરકાર દ્વારા અનેક પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ભારતીય રેલ્વેએ અત્યાર સુધીમાં કુલ 400000 કિ.મી. (કુલ બ્રોડગેજ માર્ગોના 63 ટકા) રેલવેનું વીજળીકરણ પૂર્ણ કર્યું છે. તેમાંથી, 18,605 કિમી માર્ગના વીજળીકરણનું કામ વર્ષ 2014 – 20 વચ્ચે પૂર્ણ થયું હતું.
વીતેલા વર્ષોની વાત કરીએ તો, ભારતીય રેલ્વેએ વર્ષ 2021-22માં 6,000 આરકેએમના વીજળીકરણનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જ્યારે વર્ષ 2020-21માં ભારતીય રેલ્વેએ 6,000 આરકેએમનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. ભારત સરકારે વર્ષ 2023 ના અંત સુધીમાં 23,765 (આરકેએમ) પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્ષ 2020-21માં આ બધી પ્રક્રિયાઓ માટે 6,326 રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.