Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદરનું માધવપુર ગામ શણગારવામાં આવ્યું, શ્રી કૃષ્ણ-રૂકમણી લગ્નની પરંપરા ઉજવાશે

રામ નવમીના ( Ramnavmi) પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12 કલાકે નીજ મંદિરે પરત ફરે છે.

પોરબંદરનું માધવપુર ગામ શણગારવામાં આવ્યું, શ્રી કૃષ્ણ-રૂકમણી લગ્નની પરંપરા ઉજવાશે
Porbandar Madhavpur Ghed Melo (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 11:32 PM

ગુજરાતના(Gujarat)  પોરબંદર(Porbandar) જિલ્લામાં આવેલુ માધવપુરનુ(Madhavpur) સ્થળ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રી કૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રી કૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.કૃષ્ણ-રૂકમણીના મિલાપ સ્થળ માધવપુર પણ ભગવાનના પવિત્ર વિવાહ લગ્નનુ સાક્ષી છે.સૈારાષ્ટ્રના દરિયા કાઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે યોજાતા પરંપરાગત મેળામા ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત,શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ મલ્ટી મીડિયા શો, આત્મ નિર્ભર ભારત અંતર્ગત ઉધમીઓના સ્ટોલ સહિત રાજ્ય તથા દેશના પ્રવાસન વિકાસના ધ્યેય સાથે યોજાતા વિવિધ કાર્યક્રમો યોજાશે. ચૈત્ર માસની રામનવમી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી પાંચ દિવસ માટે માધવપુર ખાતે લોક મેળાનું આયોજન કરાયુ છે.

માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયુ કરવામાં આવે છે

આ દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયુ કરવામાં આવે છે. અને સાંજે ભગવાન કૃષ્ણની જાનનુ પ્રયાણ થાય છે. મધુવનમા જાન આવે છે. અને કન્યા પક્ષ દ્રારા જાનનુ સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. અને ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાન વિદાય આપવામાં આવે છે. આમ ભગવાનશ્રી કૃષ્ણ તથા રુકમણીજીના શાસ્ત્રોકત વિધિ મુજબના લગ્ન યોજાય છે. ભગવાનના આ લગ્નમાં ઉપસ્થિત રહેવુ એ એક લ્હાવો છે.

ઉત્તર-પુર્વના 8 જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે

રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12 કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે. રુકમણીજી ઉત્તર ભારતના હતા. માટે આ પ્રસંગે ઉત્તર-પુર્વના 8 જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધ્રજા લઇને લગ્નનુ મામેરૂ પુરવા આવે છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર

કોરોનાની સ્થિતિના કારણે મેળાઓ-લોકોત્સવો સારી રીતે ઉજવાયા ન હતા . પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. કોરોના પ્રતિરોધક રસીના ડોઝથી ફરી મન મોર બની થનગનાટ કરવા આતુર છે. માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત રાજ્યએ આધુનિકતાની સાથો-સાથ આપણી પરંપરાઓ અને સંસ્કૃતિની પણ સુપેરે જાળવણી કરીને તેને આધુનિકતાની સાથે જોડવાનુ કાર્ય કર્યુ છે. આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરી મેળા-લોકોત્સવને આર્થિક પ્રગતિમાં જોડીને ગુજરાત સરકારે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વર્ગને પણ પ્રોત્સાહિત કરીને પ્રવાસન ઉધોગને બળ પુરુ પાડ્યુ છે. મેળામાં લોકો દર્શન કરે, વેપાર કરે, ખરીદી કરે, કલાકારો કલા-નૃત્ય કરે, પરંપરાગત વ્યવસાયને ઉતેજન મળે, જુદા-જુદા પ્રાદેશિક વિસ્તારોની ખાણીપીણી, પહેરવેશ, કલા વગેરેને મેળામા સ્ટોલ માટે જગ્યા ફાળવીને ગુજરાત સરકારે એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયાસો કર્યા છે.

આ પણ વાંચો :  Gujarat માં કોવિડ મૃત્યુના કલેઇમ અરજીની તપાસ માટે કેન્દ્રીય ટીમની મુલાકાત, અરજીઓની તપાસ કરશે

આ પણ વાંચો : BHARUCH : આજે પોલીસ વિભાગની આ કામગીરીઓ અગત્યની ખબર તરીકે ચર્ચામાં રહી, કરો એક નજર મુખ્ય સમાચારો ઉપર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">