AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: લમ્પી ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાણાવાવમાં દેખાયો મગર, જાણો પોરબંદર શહેરના મહત્વના સમાચારો

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરુષોતમ રૂપાલાએ (Parshottam Rupala) પોરબંદરમાં લમ્પી સ્કીન રોગ આઈસોલેશનની ખાસ મુલાકાત લીધી હતી તેમજ પોરબંદરમાં (Porbandar) અન્ય સરકારી કાર્યોની સમીક્ષા કરી હતી. પોરબંદર આવેલા રૂપાલાએ લમ્પી ગ્રસ્ત ગાયોના આઈસોલેશન વોર્ડ ખાતે મુલાકાત કરી હતી.

Porbandar: લમ્પી ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાણાવાવમાં દેખાયો મગર, જાણો પોરબંદર શહેરના મહત્વના સમાચારો
Porbandar: Union Minister Parshottam Rupala visiting Lumpy affected area, crocodile spotted in Ranavav
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 7:29 PM
Share

ગુજરાતમાં હાલમાં જે રીત ઢોર ઉપર લમ્પી (Lumpy Virous) વાયરસે ભરડો લીધો છે, ત્યારે પોરબંદરની મુલાકાતે આવેલા કેન્દ્રીય પશુપાલન મંત્રી પરુષોતમ રૂપાલાએ (Parshottam Rupala) પોરબંદરમાં લમ્પી સ્કીન રોગ આઈસોલેશનની ખાસ મુલાકાત લીધી હતી તેમજ પોરબંદરમાં (Porbandar) અન્ય સરકારી કાર્યોની સમીક્ષા કરી હતી. પોરબંદર આવેલા રૂપાલાએ લમ્પી ગ્રસ્ત ગાયોના આઈસોલેશન વોર્ડ ખાતે મુલાકાત કરી હતી.

ગાત્રાળ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સંચાલિત લમ્પી સ્કીન રોગ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી તેમજ અહીં કરાતી સારવાર અંગે માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી. તે ઉપરાંત તેમણે પોરબંદરના વોર્ડ નંબર 13માં વણકરવાસ છાયા ખાતે મન કી બાતમાં પણ સામેલ થયા હતા અને સર્કિટ હાઉસ ખાતે ગીર ગાયના સંવર્ધન માટે સંવાદ- મીટીંગ યોજી હતી. જયશ્રી ગૌશાળાની મુલાકાત બાદ જિલ્લામા લમ્પી વાઈરસથી પશુઓને બચાવવા અને નિયંત્રણ માટે જરૂરી પગલા વિષયક સમીક્ષા કરવાની સાથે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઘેડવાસીઓ ગંદકીથી પરેશાન

પોરબંદરના માધવુપર ઘેડમાં લોકો ગંદકીથી પરેશાન છે. ઘેડ ગ્રામ પંચાયત દ્વારા સમયસર સ્વચ્છ થતી ન હોવાથી લોકોના આરોગ્ય પર જોખમ વધ્યું છે અને તેના ઉપર લગાડવામાં આવેલા પેવર બ્લોક પણ ઉખાડી લેવામાં આવેલા છે. ગામના સરપંચ ભનુભાઈ ભુવા આ વિસ્તારની મુલાકાત લે તેવી આ વિસ્તારના રહેવાસીઓની માંગ છે.

જિલ્લામાં વધ્યા સર્પદંશના બનાવ

પોરબંદર જિલ્લામાં ચોમાસા બાદથી સર્પદંશના બનાવ વધ્યા છે. પોરબંદરમાં માત્ર એક જ અઠવાડીયામાં 11 વ્યક્તિને સાપ કરડતા તેઓને સારવાર હેઠળ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચોમાસા પછી સતત જિલ્લામાં લોકોને સાપે દંશ દીધા હોય તેવી ઘટનાઓ વધી છે, હોસ્પિટલમાં નોંધાયેલી વિગતો અનુસાર માત્ર એક જ અઠવાડિયામાં જ એટલે કે તારીખ 23થી 30 જુલાઈ સુધીમાં ભાવસિંહજી સરકારી હોસ્પીટલ ખાતે 11 વ્યક્તિને સાપ અને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

રાણાવાવમાં જોવા મળ્યો મગર

પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકાના પાણીના ટાંકાની બાજુમાં વાડી ધરાવતા લખમણભાઈ પરબતભાઈ ઓડેદરાની વાડીએ વિશાળ કાય મગર ઘુસી આવ્યો હતો. તેમના પાલતુ કૂતરાઓ મગરને જોઈ ભસવા લાગ્યા હતા, ખેડૂતોએ આજુબાજુમાં લાઈટ વડે જોતા બેટરીના પ્રકાશમાં આશરે 8 ફૂટ લાંબો મગર નજરે ચડ્યો હતો. મગરને નિહાળી વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ભયભીત બન્યા હતા. અંતે ભય લાગતાં હિંમત હાર્યા વગર નાના મોટા દોરડાનો ગાળિયો બનાવી મહામહેનતે દોરડા વડે બાજુમાં આવેલા મોટા વડના જાડ સાથે મગરને રાત્રીના સમયે બાંધી દેવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">