74th Republic Day celebration: આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓએ કર્યું ધ્વજવંદન

ગુજરાતમાં આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ મંત્રીએ જુદા જુદા જિલ્લામાં આયોજિત ધ્વજવંદનના કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી તેમજ ટ્વિટર દ્વારા પણ નાગરિકોને પ્રજાસતાક દિવસની શુભેચ્છા પાઠવી હતી.

74th Republic Day celebration: આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓએ કર્યું ધ્વજવંદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 12:55 PM

ગુજરાતમાં આન, બાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અનેકવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા. બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે તિરંગાને સલામી આપી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વડોદરાના કરજણમાં જિલ્લાકક્ષાના સમારોહમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંબોધન કરતા હર્ષ સંઘવીએ ડ્ર્ગ્સ સામેના અભિયાનને પણ વધુ મજબૂત કરવા જણાવ્યુ હતુ. વડોદરાના કરજણમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં કહ્યું કે છેલ્લા ત્રણથી ચાર મહિનામાં ગુજરાત પોલીસે 9 હજાર 6 કરોડથી વધુ રૂપિયાનું ડ્રગ્સ પકડયું છે. પોલીસે માત્ર ગુજરાતની ધરતી પરથી નહિં પરંતુ દેશભરના અનેક ક્ષેત્રોમાંથી ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે.નશાખોરીમાંથી દેશના યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ કરવાનું કામ પોલીસે કર્યું છે. વધુમાં કહ્યું, ભારત અને પાકિસ્તાનની બોર્ડર પરથી ગોળીઓનો સામનો કરીને ડ્રગ્સ પકડવાનું કામ કર્યું છે.

તો સુરતમાં નાણા પ્રધાન કનુ દેસાઇના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. જ્યારે બનાસકાંઠાના  ડીસામાં ઉદ્યોગપ્રધાન બળવંતસિંહ રાજપૂતે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી . તેમજ  અમદાવાદના શાહીબાગમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તિરંગાને સલામી આપી હતી.

તો ગાંધીનગરના માણસામાં આયોજીત ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રધાન કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા  હતા અને તેમણે પોતાના ટ્વિટર ઉપર પોતાનો એક જૂનો ફોટો શેર કરીને નાગરિકોને  પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

તો  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ધોરાજીમાં આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગો ફરકાવ્યો હતો.  તેમજ  ટ્વિટ કરીને સંદેશો પણ પાઠ્વ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">