Porbandar: 31 ડિસેમ્બરને લઇને પોલીસ સતર્ક, 11 ચેકપોસ્ટ પર સઘન ચકાસણી
પોરબંદરમાં 31 ડિસેમ્બરને લઇને પોલીસ સતર્ક બની છે. જેમા જિલ્લામાં 11 ચેક પોસ્ટ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવા પોલીસ તૈનાત બની છે. જેમાં 31 ડિસેમ્બર એટલે ગત વર્ષ ને બાય અને નવા વર્ષને વેલકમ કરવા યુવાધન ઉત્સાહિત હોય છે.
ગુજરાતના પોરબંદરમાં 31 ડિસેમ્બરને લઇને પોલીસ સતર્ક બની છે. જેમા જિલ્લામાં 11 ચેક પોસ્ટ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ કરતા લોકો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવા પોલીસ તૈનાત બની છે. જેમાં 31 ડિસેમ્બર એટલે ગત વર્ષ ને બાય અને નવા વર્ષને વેલકમ કરવા યુવાધન ઉત્સાહિત હોય છે. તેથી જિલ્લા પોલીસે જિલ્લામાં કોઈ ગંભીર ઘટના કે દારૂના નશામાં વાહનો ચલાવતા શખ્સો સામે કાયદાનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું છે.
પોરબંદર શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ,સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોના સ્ટાફને જિલ્લામાં દારૂબંધીની અમલવારી કરાવવા કામે લગાવવામાં આવ્યા છે.છેલ્લા પાંચ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે દારૂ ના ધંધાર્થીઓ પર ખાસ વોચ ગોઠવી છે.
પોરબંદર જિલ્લા પોલીસ નશાખોર લોકો નવા વર્ષની ઉજવણી કરતા હોય તો તેમની સામે જિલ્લા પોલીસ તૈનાત છે અને સ્વાગત કરી કાયદાકીય પગલાં લેવા સક્ષમ છે.ખાસ કરીને જિલ્લામાં 11 પોલીસ ચેકપોસ્ટ ઇન આઉટ પોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહી છે ડ્રિન્ક એન ડ્રાઈવ કરતા લોકોને પણ પોલીસ ડ્રારા બ્રેથ એનેલાઈઝરથી ખાસ ચેક કરવામાં આવી રહ્યા છે તેમજ નેત્રમ પ્રોજેકટ અને કમાન કંટ્રોલ મારફત ખાસ કિસ્સામાં પાર્ટીઓ પર નજર રાખી રહ્યા છે.પોલીસ ડ્રેસમાં અને સિવિલ ડ્રેસમાં ખાનગી રીતે ચેક કરી રહી છે.યુવતીઓની પજવણી ના થાય તેના માટે અલગ અલગ સ્ફુલ કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને એક હેલ્પ લાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
દર વર્ષે પોલીસ 31 ડિસેબરે કોઈ મોટી ઘટનાના બને તેની પૂર્વ તૈયારીઓ કરીને ગુન્હે ગારો પર વોચ રાખે છે. પરંતુ આ વર્ષે જિલ્લાભરમા ખૂણેખૂણે પોલીસે ખાનગી બાતમીદારોને પણ એક્ટિવ કરી દારૂના દુષણને ડામવા કટિબદ્ધ બની છે.
(With Input : Hitesh Thakrar, Porbandar )