Plane crash : દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં 179 લોકોના મોત, માત્ર 2ને બચાવી શકાયા
જેજુ એર ફ્લાઇટ દક્ષિણ કોરિયાના મુઆનમાં જ્યારે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે દુર્ઘટના થઈ હતી. આ પ્લેનમાં સવાર લોકોના મોતનો આંકડો વધી રહ્યો છે. દક્ષિણ કોરિયાની ફાયર ફાઇટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેનમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા છે, જ્યારે માત્ર 2 લોકોને બચાવી લેવાયા છે.
દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે. જેજુ એર ફ્લાઇટ દક્ષિણ કોરિયાના મુઆનમાં જ્યારે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે દુર્ઘટના થઈ હતી. આ પ્લેનમાં સવાર લોકોના મોતનો આંકડો વધી રહ્યો છે. દક્ષિણ કોરિયાની ફાયર ફાઇટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર પ્લેનમાં સવાર 181 લોકોમાંથી 179 લોકોના મોત થયા છે, જ્યારે માત્ર 2 લોકોને બચાવી લેવાયા છે.
આ અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો જ્યારે 175 મુસાફરો અને છ ક્રૂને લઈને જતું જેજુ એરનું પ્લેન સિયોલથી લગભગ 288 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં આવેલા મુઆન કાઉન્ટીના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે રનવે પરથી ખસી ગયું હતું. અકસ્માતના સામે આવેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે પ્લેન લેન્ડિંગ ગિયર ખોલ્યા વગર જ એરસ્ટ્રીપ પર ઉતરી ગયું હતું.
❗️✈️ – Muan, South Korea – A Jeju Air passenger plane veered off the runway and crashed into a fence during landing at Muan International Airport in South Jeolla Province on Sunday morning, according to police and firefighters.
The flight, which had originated from Bangkok,… pic.twitter.com/IMCrIWqFVl
— The Informant (@theinformant_x) December 29, 2024
પ્લેન રનવે પરથી સરકીને દિવાલ સાથે અથડાયું
ફૂટેજમાં જોઈ શકાય છે કે પ્લેન લેન્ડિંગ કરતી વખતે લેન્ડિંગ ગિયર ખુલ્યું ન હતું અને તે સરકીને બાઉન્ડ્રી વોલ સાથે અથડાયું હતું, ત્યારબાદ પ્લેનમાં આગ ફાટી નીકળી હતી. પોલીસ અને અન્ય એજન્સીઓનું માનવું છે કે પ્લેનમાં પક્ષી અથડાયા બાદ લેન્ડિંગ ગિયરને નુકસાન થયું હતું અને પ્લેનમાં આગ લાગી હતી. જો કે, તપાસ એજન્સીઓ ઘટના પાછળના કારણની તપાસમાં વ્યસ્ત છે. પાયલોટે દુર્ઘટનાની એક મિનિટ પહેલા ઈમરજન્સી સિગ્નલ જારી કર્યું હતું. દુર્ઘટના બાદ પ્લેન સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું.