Porbandar: નગરપાલિકા પ્રમુખે પોલીસ કનડગત કરતી હોવાના કર્યાં ગંભીર આક્ષેપ, નગરપાલિકાના નિર્ણયથી માલધારીઓ ચિંતામાં, જાણો જિલ્લાના મહત્વના સમાચાર
નગરપાલિકાએ રખડતા ઢોર મામલે દંડની જાહેરાત કરતા માલધારીઓ ચિંતામાં મૂકાયા છે. માલધારીઓએ નિર્ણય કર્યો છે કે શહેરમાં રખડતા ઢોરને પકડી ઓડદર ગામે ગૌશાળામાં રાખવામાં આવશે. માલિકીના ઢોર કોઈ પણ છોડાવવા આવશે તો એક ત્રણ તબક્કામાં દંડની જોગવાઈ કરી છે.
પોરબંદરના (Porbandar) રાણાવાવ પોલીસ સામે ગંભીર આરોપ લાગ્યાં છે. રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઓસમાણ નાઈએ પોલીસ (Police) સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પૂર્વ પ્રમુખ ઓસમાણ નાઇનો આક્ષેપ છે કે રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી.ડી.જાદવ અને કોન્સ્ટેબલ વિજય ભૂતિયા ખોટી રીતે હેરાન કરી રહ્યાં છે. તેમના પરિવારને ખોટા કેસમાં ફસાવવા માટે ધમકી આપી રહ્યાં છે. એટલું જ નહીં, રાજકારણ છોડી દેવા અનેક વખત ધમકી આપતા હોવાથી આખરે સભ્ય પદ પરથી રાજીનામું આપવું પડ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે અને ઓસમાણ નાઇએ ધારાસભ્ય કાંધલ જાડેજાને (Kandhal Jadeja) પણ રાજીનામાની નકલ મોકલી છે. પોલીસની હેરાનગતિથી પૂર્વ પ્રમુખ ઓસમાણ નાઈ અને તેમના પત્નીના રાજીનામાંથી રાજકારણ ગરમાયું છે
રખડતા ઢોર ઉપર દંડ લેવાની જાહેરાતથી માલધારીઓમાં ફફડાટ
નગરપાલિકાએ રખડતા ઢોર મામલે દંડની જાહેરાત કરતા માલધારીઓ ચિંતામાં મૂકાયા છે માલધારીઓએ નિર્ણય કર્યો છે કે શહેરમાં રખડતા ઢોરને પકડી ઓડદર ગામે ગૌશાળામાં રાખવામાં આવશે. માલિકીના ઢોર કોઈ પણ છોડાવવા આવશે તો એક ત્રણ તબક્કામાં દંડની જોગવાઈ કરી છે. જેમાં પ્રથમ તબબકે 2000, બીજા તબક્કે 3000 અને ત્રીજી વખત 5000 સુધીનો દંડ વસૂલવામાં આવશે. તેમજ રોજના અલગથી 100 રૂપિયા લેખે ચાર્જ વસુલ કરશે. નગર પાલિકાના આ નિર્ણયથી માલધારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ધારાસભ્ય બાબુ બોખિરયાને ધમકી આપવાનું પડયું ભારે
પોરબંદરમાં ધારાસભ્ય બાબુ બોખીરીયાને ધમકી આપવી એક્સ આર્મીમેનને ભારે પડી છે. ધારાસભ્ય વિશે ફેસબુકમાં અભદ્ર ટિપ્પણી કરનાર એક્સ આર્મીમેન લાખણશી ઓડેદરાની પોલીસે ધરપકડ કરી છે. બાદમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા મારફતે એક્સ આર્મીમેને ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી છે.
પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ
પોરબંદર-છાયા સયુંકત નગરપાલિકાના બે સભ્યો આપમાં જોડાયા હતા. માછીમાર આગેવાન અને બોટ એસોસિયેશન પૂર્વ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્ય જીવન જુગી આપમાં જોડાયા હતા. જીવન જુગી સાથે મહિલા સભ્ય ભાનુબેન શિયાળ પણ આપમાં જોડાયા હતા. જીવન જુગી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે તેઓ આપમાં જોડાયા હતા. આ બંને બન્ને કોંગ્રેસ પક્ષમાંથી પાલિકા ચૂંટણી જીતી હતી આજે બન્ને સદસ્યો આપમાં જોડાયા હતા.