AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદર એરપોર્ટ બન્યુ શોભાના ગાંઠીયા સમાન, ફ્લાઈટો બંધ હોવાથી લોકો હાલાકીનો સામનો કરવા મજબુર

પોરબંદર એરપોર્ટ પરથી ટેકઓફ થતી ફલાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સ, પેસેન્જર એસોસિએશન અને ટ્રાવેલ્સ સંચાલકોએ કેન્દ્ર સરકાર અને રાજકીય આગેવાનોને અનેક રજૂઆત કરી હોવા છતાં હજી ફ્લાઈટો શરૂ થઇ નથી.

પોરબંદર એરપોર્ટ બન્યુ શોભાના ગાંઠીયા સમાન, ફ્લાઈટો બંધ હોવાથી લોકો હાલાકીનો સામનો કરવા મજબુર
Porbandar airport
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 7:51 AM
Share

પોરબંદર એરપોર્ટ પરથી ક્યારે ઉડાન ભરશે ફ્લાઇટ આવા પ્રશ્નો દરેક લોકોના મનમાં થઈ રહ્યાં છે. કારણે કે પોરબંદર એરપોર્ટ શોભાના ગાંઠીયા સમાન બન્યું છે. પોરબંદર એરપોર્ટ પરથી ટેકઓફ થતી ફલાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ કરી દેવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સ, પેસેન્જર એસોસિએશન અને ટ્રાવેલ્સ સંચાલકોએ કેન્દ્ર સરકાર અને રાજકીય આગેવાનોને અનેક રજૂઆત કરી હોવા છતાં હજી ફ્લાઈટો શરૂ થઇ નથી.

આ પણ વાંચો :Porbandar: કુછડી ગામે SMCના દરોડા, 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે, કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન અંગે વર્કશોપ, જાણો જિલ્લાના મહત્વના સમાચાર

જેને કારણે વિદેશથી કે દેશના અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસી અને વ્યાપારી વર્ગને હાલ જામનગર, રાજકોટ અથવા અમદાવાદ સુધી પ્લેનમાં આવવું પડે છે ત્યાથી પોરબંદર સુધી પહોંચવામાં ઘણો સમય બગડે છે અને ખર્ચ પણ વધી જાય છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ હોવાથી પોરબંદરમાં દેશના અનેક રાજ્યોમાંથી પર્યટકોની અવરજવર સતત ચાલુ રહેતી હોય છે. જેથી કેન્દ્ર સરકારને ફ્લાઇટ શરૂ કરવા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં માત્ર આશ્વાસનો જ અપાઈ રહ્યા છે. પર્યટકો, વેપારી, દર્દીઓ અને વિદેશી નાગરિકોની સુવિધાને ધ્યાને લઇને તાત્કાલીક વિમાની સુવિધા શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. લોકો દ્વારા જણાવવામાં આવ્યુ કે જો ફ્લાઇટ સત્વરે શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સુરત અને અમદાવાદ એરપોર્ટની બેદરકારી

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે મુસાફરો ફ્લાઈટ ચુકી ગયાની ઘટના સામે આવી હતી. સાત સિનિયિર સિટિઝન અમદાવાદથી મુંબઈ થઈને અમેરિકા જવાના હતા. પરંતુ, એરપોર્ટના સ્ટાફે તેમને ગેરમાર્ગે દોરીને બીજા ટર્મિનલ પર લઈ ગયા હતા. જેના કારણે તેમની ફ્લાઈટ ચુકી ગયા હોવાનો આક્ષેપ આ સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવ્યો હતો.

આમ તો વહેલા પહોંચેલા મુસાફરો એરપોર્ટના સ્ટાફને વાંકને લીધે રઝળી પડ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. એરપોર્ટના સ્ટાફે વરિષ્ઠ નાગરિકોને વ્હીલચેર આપ્યા વગર તેમને એરપોર્ટની અંદર ચલાવવાની સાથે જ સામાન પણ ઉપાડવામાં આવ્યો હતો.

આ અગાઉ સુરત એરપોર્ટની બેદરકારી સામે આવી હતી. સુરત એરપોર્ટ ૫૨ બર્ડહિટની અનેક ઘટનાઓ બની હતી. તેમજ બફેલો હિટની ઘટનાઓ પણ બની હતી. અનેક વખત સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટનાઓ થતા અટકી હતી. આમ છતા તંત્ર દ્વારા તેમાંથી કોઇ બોધપાઠ લેવામાં આવ્યો ન હતો. એરપોર્ટ પર રનવે ને અડીને જ 2 થી 3 ફૂટ ઊંચું ઘાસ અને ઝાડીઝાંખરા ઊગી નીકળ્યું હતું. જે દુર્ઘટનાને આમંત્રણ આપવાની રાહ જોતુ હોય તેવુ લાગી રહ્યું હતું.

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">