Porbandar: કુછડી ગામે SMCના દરોડા, 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે, કોસ્ટગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન અંગે વર્કશોપ, જાણો જિલ્લાના મહત્વના સમાચાર
ગુજરાતના 1600 કિમી લાંબા સમુદ્ર કિનારા પર કોસ્ટગાર્ડ ની મહત્વની ભૂમિકા હોઈ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્યથી બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર કુછડી ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે ગેરકાયદે ખાણો પર દરોડો કરી એક કરોડથી વધુ નો મુદામાલ કબજે કરી 33 આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. પોરબંદર દ્વારકા હાઇવે પર આવેલા કુછડી ગામે ઘણા સમયથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ની ગેરકાયદે ખાણો પર સ્ટેટ મોનીટરીંગ સેલની ત્રણ ટુકડીઓ એ દરોડા કર્યા હતા બે દિવસ પહેલા ટીમે દરોડાની કામગીરી હાથ ધરી હતી જેમાં કુલ 15 ગેરકાયદે ખાણો ઝડપી લીધી હતી.
આ દરોડામાં 4 ટ્રક 1 ડમ્પર જેસીબી 1 ટ્રેકટર ટ્રોલી 2 ટ્રેકટર 11 ચકરડીઓ 40 લાઇમ સ્ટોનના બેલા 600 મોબાઇલ 19 સહિત 33 શખ્સો અને 19 આરોપીઓ ને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ખાણો ઝડપાયેલા જેની અંદાજીત કિંમત 1,37,90,500 નો મુદામાલ કબજે કરેલ છે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડાની કામગીરી દરમિયાન સ્થાનિક ખાણ અને ખનીજ વિભાગને સાથે રાખી કામગીરી કરી છે.
ઝડપાયેલો તમામ મુદામાલ વિસાવાળા ગામે રાખેલ છે હારબર મરીન પોલીસ સ્ટેશનમાં તમામ સામે કાયદેસર ની ત્રણ અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવેલ છે .
પોરબંદર કોસ્ટગાર્ડે સમુદ્રમાં સર્ચ એન્ડ રેસ્કયુ ઓપરેશનના વર્કશોપનું આયોજન કર્યું
ગુજરાતના 1600 કિમી લાંબા સમુદ્ર કિનારા પર કોસ્ટગાર્ડ ની મહત્વની ભૂમિકા હોઈ છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમુદ્રી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી કેવી રીતે કરી શકાય તે ઉદ્દેશ્યથી બે દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સમુદ્રી સુરક્ષા માં તૈયારીઓ અને પ્રતિભાઓ તપાસવાના હેતુથી વર્ક શોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ એજન્સીઓ જેમ કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ભારતીય નૉસેના, મરીન પોલીસ,વાયુસેના,પોર્ટ ઓથોરિટી,સહિતની એજન્સીઓ જોડાયેલી હતી.
આ વર્કશોપ માં નેશનલ મેરિટાઇમ SAR વિવિધ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરનો ઉપયોગ કરવામાં આવેલ હતો .બે દિવસ સતત સમુદ્રમાં જુદીજુદી એજન્સીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમામ એજન્સીઓ સક્ષમ બને અને ગમે તે ઘડીએ કાર્યમાં જોડાયા જેના માટે ભારતીય તટ રક્ષક દળ સાથે વિવિધ એજન્સીઓ જોડાઈ હતી.
વિથ ઇનપુટ: હિતેશ ઠકરાર, પોરબંદર ટીવી9