AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદર અને ગોધરામાં લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટ્યુટર સહિતની સુવિધાઓ સાથે બનશે મેડિકલ કોલેજ

ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજયમાં કુલ 5 નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે મેડીકલ કાઉન્સીલ સમક્ષ દરખાસ્ત થઈ હતી જેમાં પોરબંદર અને ગોધરામાં મેડીકલ કોલેજ (Medical collage) માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

પોરબંદર અને ગોધરામાં લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટ્યુટર સહિતની સુવિધાઓ સાથે બનશે મેડિકલ કોલેજ
Medical colleges will be established in Porbandar and Godhra
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2022 | 6:36 PM
Share

નેશનલ મેડીકલ કાઉન્સિલે ગુજરાતની પોરબંદર (Porbandar) અને ગોધરાની (Godhra) મેડીકલ કોલેજને મંજૂરી આપી દીધી છે અને આ બંને કોલેજોમાં એમબીબીએસ અભ્યાસક્રમ માટે 100-100 બેઠકો રહેશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. રાજયમાં કુલ 5 નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે મેડીકલ કાઉન્સીલ સમક્ષ દરખાસ્ત થઈ હતી જેમાં પોરબંદર અને ગોધરામાં મેડીકલ કોલેજ (Medical Collage) માટે મંજૂરી આપી દેવામાં આવી છે.

હવે મોરબી-રાજપીપળા અને નવસારી ત્રણ મેડીકલ કોલેજોને આગામી સમયમાં મંજૂરી અપાય તેવી શકયતા છે. આ સાથે ગુજરાતમાં હાલ મેડીકલની 5500 બેઠકો છે જે 5700 થઈ જશે. મેડીકલ કાઉન્સીલના જણાવ્યા મુજબ રાજયની આ બે મેડીકલ કોલેજ માટે રૂ.660 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. દરેક મેડીકલ કોલેજને રૂ 330 કરોડ મળશે. જેમાં કેન્દ્ર સરકાર 60 ટકા રકમ આપશે અને 40 ટકા રકમ રાજય સરકાર આપશે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન દ્વારા લેટર ઓફ ઈન્ટેન્ટ આપવામાં આવ્યા છે. નવી મેડીકલ કોલેજો લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટ્યૂટર અને પેરામેડીકલ સ્ટાફ સહિતની સવિધાઓથી સજ્જ હશે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ 2022-23થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશનને અરજી કરવામાં આવી હતી. જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તા.29મી જુલાઈ, 2022ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.

આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શનના પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યાં છે. હવે ‘લેટર ઓફ પરમિશન’ મળશે એટલે શૈક્ષણિક વર્ષ 2022-23માં આ બંને કોલેજો ખાતે 100-100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડીકલ કોલેજ માટે મોકલેલી દરખાસ્ત અંગે પણ નજીકના ભવિષ્યમાં જ નેશનલ મેડીકલ કાઉન્સીલ તરફથી મંજૂરી મળવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. નવી મેડીકલ કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટયૂટર અને પેરામેડીકલ સ્ટાફની સગવડતા મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડીકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">