પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ માછીમારોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું, સરકાર માછીમારોની કરી રહી છે અવગણના : મોઢવાડિયા

મોઢવાડિયાએ (Arjun Modhwadia) વધુમાં ઉમેર્યુ હતું કે એકલા પોરબંદરમાં જ અત્યારે ડીઝલના ઉંચા ભાવ, વ્યવસાયનો અભાવ અને આર્થિક તંગીના કારણે 30 જેટલી બોટ તોડવામાં આવી રહી છે. આ માત્ર બોટ નથી તુટી રહી, તેની સાથે માછીમાર સમાજની રોજી તુટી રહી છે.

પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાએ માછીમારોની પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું, સરકાર માછીમારોની કરી રહી છે અવગણના : મોઢવાડિયા
In Porbandar, Arjun Modhwadia inspected the condition of fishermen
Follow Us:
Sachin Kolte
| Edited By: | Updated on: Apr 11, 2022 | 5:29 PM

એક સમયે ગુજરાતની શાખ સમાન માછીમારી અને કાર્ગો વ્યવસાય અત્યારે અત્યંત કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia) આજે પોરબંદરના (Porbandar)બંદર વિસ્તારની મુલાકાત લઈને માછીમાર (Fisherman)સમાજના ભાઈઓને પડી રહેલ હાલાકીઓની જાત માહિતી લીધી. જે દરમિયાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર સહિત ગુજરાતના સમગ્ર દરિયા કિનારા ઉપર એક સમયે મોટાપાયે માછીમાર અને કાર્ગો બોટ/જહાજોનું નિર્માણ થતુ હતું. જેના કારણે હજારો લોકોને રોજગારી મળતી હતી. અહીં તૈયાર થયેલ બોટ માછીમારી કરવા જાય અથવા જહાજો વિદેશમાં કાર્ગો સપ્લાય માટે જાય તેનાથી પણ મોટાપાયે રોજગારીનું સર્જન થતુ હતું. અને અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ ગુજરાતને મળતું હતું. પરંતુ રાજ્યમાં સરકારની અવગણનાનો ભોગ બનવાના લીધે અત્યારે હાલત કરી છે કે રાજ્યમાં જે બોટ/જહાજ બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો હતો. તેની જગ્યાએ હવે બોટ/જહાજ તોડવાનું કામ થઈ રહ્યુ છે.

મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે એકલા પોરબંદરમાં જ અત્યારે ડીઝલના ઉંચા ભાવ, વ્યવસાયનો અભાવ અને આર્થિક તંગીના કારણે 30 જેટલી બોટ તોડવામાં આવી રહી છે. આ માત્ર બોટ નથી તુટી રહી, તેની સાથે માછીમાર સમાજની રોજી તુટી રહી છે. બોટ માલીકોન હ્યદય તુટી રહ્યા છે, છતાં રાજ્ય સરકાર માછીમાર વ્યવસાયને બચાવવા કોઈ નક્કર યોજના બનાવી રહી નથી. સાથે જ સરકારે માછીમારોને આપવામાં આવતા ડીઝલના ભાવમાં એકાએક 18 રૂપિયા પ્રતિલિટરનો વધારો ઝીંકીને માછીમારોની કમર તોડી નાખી છે. 2013 માં જ્યારે બલ્ક ડીઝલના ભાવમાં 11 રૂપિયા પ્રતિલિટરનો વધારો કરવામાં આવ્યો, ત્યારે અમે માછીમાર સમાજના આગેવાનોને સાથે રાખી તત્કાલીન કૃષિમંત્રી શરદ પવારને રજુઆત કરી ભાવ વધારો પાછો ખેંચાવ્યો હતો. પરંતુ વર્તમાન સરકાર કોઈની રજુઆતો સાંભળી રહી નથી. મોઢવાડિયાએ કહ્યું કે કોંગ્રેસ સરકારમાં અપાતી બોટ લોન રાજ્યમાં ભાજપ સરકાર આવ્યા પછી બંધ કરી દેવામાં આવી છે. મંડળીઓના ડીઝલ પંપ ઉપર માછીમારોને સબસીડી સાથે ડીઝલ આપવામાં આવતુ તે બંધ કરી દેવાયુ છે. પીલાણામાં સબસીડી સાથે 300 લિટર કેરોસીન આપવામાં આવતું હતું. અત્યારે પીલાણામાં કેરોસીનની જગ્યાએ પેટ્રોલ વપરાય છે. પરંતુ વર્તમાન સરકાર પેટ્રોલ ઉપર કોઈ સબસીડી આપતી નથી. સબસીડી યુક્ત ડીઝલનો ક્વોટા વધારવાની માંગ લાંબા સમયથી સ્વિકારવામાં આવતી નથી. 2019માં લોકસભાની ચૂંટણી સમયે પોરબંદર ના બંદરમાં ફેઈઝ-2 નું બાંધવાનું વચન આપવામાં આવ્યુ હતું. જે આજ દિવસ સુધી પૂર્ણ થયેલ નથી.

અભણ માછીમારો માથે ઓનલાઈન ટોકન પ્રથા સરકારે ઠોકી બેસાડી છે. જેના કારણે માછીમારોને વારંવાર પોલીસ હેરાનગતિનો સામનો કરવો પડે છે. બંદર ઉપર ફાયર સેફ્ટિની કોઈ સુવિધા નથી. બંદરના મુખ્યભાગમાં ડ્રેજીંગ થતુ નથી. બંદરમાં રોડ, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પણ નથી. પીલાણા એન્જિનની લાઈફ ત્રણ વર્ષની હોય છે. પરંતુ એન્જિન બાંધવા માટે સબસીડી આપવામાં આવતી નથી. નવા બંદરો બાંધવામાં આવતા નથી. માછીમારોને ઉત્પાદનોના ભાવ મળતા નથી. જેના કારણે ગુજરાતના દરિયાકિનારે સદીઓથી વિકસેલ માછીમાર ઉદ્યોગ ભાંગીને ભુકો થઈ ગયો છે, કાર્ગો ઉદ્યોગની પણ કમર તુટી ચુકી છે. માછીમાર ભાઈઓમાં ભયંકર હતાશા અને નિરાશા છે. આ નિરાશાને આજે બંદરની મુલાકાત દરમિયાન મેં મારી નજર સામે નિહાળી છે. ત્યારે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે ભુખ્યાજનોનો જઠારાગ્નિ જાગે એ પહેલા તાકીદે પગલા લો. ડીઝલ, પેટ્રોલ ઉપર સબસીડી આપો. નવા એન્જિન બાંધવા સબસીડી આપો. મકાન ફાળવો અને તેમના બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા કરો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો :Chhota Udepur: પાણી અને વીજળી વગર ખેતરમાં વાવેલો પાક સુકાવાને આરે, જગતનો તાત ચિંતામાં

આ પણ વાંચો :ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને આજે થઈ શકે છે બેઠક, CM યોગી, અમિત શાહ સહિત આ નેતાઓ થશે સામેલ

g clip-path="url(#clip0_868_265)">