Chhota Udepur: પાણી અને વીજળી વગર ખેતરમાં વાવેલો પાક સુકાવાને આરે, જગતનો તાત ચિંતામાં

છોટા ઉદેપુરના (Chhota Udepur) ક્વાંટ તાલુકાના ભેખડિયા ગામના ખેડૂતોમાં (Farmers) રોષ જોવા મળી રહ્યો છે. પાણીની અછતના કારણે તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે ખેડૂતોને વીજળીની પણ સમસ્યા છે. જેના કારણે ખેડૂતોને તેનો પાક સુકાવા લાગ્યો છે.

Chhota Udepur: પાણી અને વીજળી વગર ખેતરમાં વાવેલો પાક સુકાવાને આરે, જગતનો તાત ચિંતામાં
Irrigation water (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2022 | 5:07 PM

ગુજરાત રાજયના છેવાડાના છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લામાં ઉનાળો શરુ થતા જ પાણીની પારાયણ (Water Crisis) શરુ થઇ ગઇ છે. કવાંટ તાલુકાના પથરાળ અને જંગલ વિસ્તારમાં ઉનાળાની (Summer 2022) શરૂઆત થતા જ જળ સ્તર નીચે જતાં રહેતા હોય છે. જેને લઈ સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે. અહીં તમામ પાણીના સ્ત્રોતમાં જળ સ્તર નીચે જતાં રહેતા હવે બોરમાંથી પાણી મેળવવા માટે લાઇટની જરૂર ઊભી થઈ છે. પરંતુ ખેડૂતોને અપૂરતો વીજ પુરવઠો મળતા તેમના પાક સુકાઈ જવાને આરે છે જેની ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.

છોટા ઉદેપુરના ક્વાંટ તાલુકાના ભેખડિયા ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીની અછતના કારણે તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે ખેડૂતોને વીજળીની પણ સમસ્યા છે. જેના કારણે ખેડૂતોને તેનો પાક સુકાવા લાગ્યો છે. ઉનાળામાં આ પંથકમાં પીવાની કે સિંચાઈનાા પાણીની સમસ્યા ન સર્જાય તે માટે જળક્રાંતિ ટ્રસ્ટ્ના સહયોગથી ખેડૂતો જાત મહેતને 21થી વધુ ચેકડેમ બનાવ્યા. ખેતરે ખેતરે બોર બનાવડાવ્યા, પણ ઉનાળાની શરૂઆતથી જ સૂર્ય નારાયણના રૌદ્ર સ્વરૂપના કારણે ચેકડેમના તળિયા ઝાટક થઈ ગયા છે. બોરમાં પાણી ખુટી ગયા છે. જેથી ભર ઉનાળે પાણી વગર આ વિસ્તારના લોકો તરસ્યા છે. પીવાનું પાણી પણ માંડ મળે છે. પાણી વગર ખેતરોમાં લહેરાતો મહામૂલો પાક સુકાઈ રહ્યો છે. પશુઓ પણ પાણી વગર તડફડી રહ્યા છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

બીજી તરફ જે બોરમાં પાણી છે તે ખેડૂતો પણ બોરમાંથી પોતાના ખેતરોમાં પાણી પીવડાવી શકતા નથી. કેમ કે, MGVCL દ્વારા લાઈટના ધાંધિયા શરૂ થઈ ગયા છે. 8 કલાકની બદલે 6 કલાક, તો ક્યારેક 5 કલાક જ લાઈટ મળતા ખેતરોમાં અડધો પાક પાણી વગર જ રહે છે. જેથી અન્નદાતાનો પાક સુકાઈ જવાની પણ ચિંતા છે.

આ સમસ્યા આજકાલની નથી પણ વર્ષોથી છે. આ અંગે લોકોએ અનેક રજૂઆત કરી. વીજ તંત્રના કાને પણ પોતાની વાત પહોંચાડી પણ બેદરકાર તંત્ર આદિવાસીઓની સમસ્યા હલ કરવા જાણે તૈયાર જ નથી. ગામથી 15 કિલોમીટર દૂર નર્મદાની કેનાલ પણ જઈ રહી છે તેનો પણ લાભ મળતો નથી.

એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે. આદિવાસીઓને સદ્ધર કરવાની વાતો કરે છે. બીજી તરફ ક્વાંટ પંથકમાં આદિવાસીઓ સાથે ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. આવક ડબલ તો શું જે કમાણી થઈ રહી છે તેને પણ ઓછી થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ તરફ કૂદરતનો પણ સાથ ન મળતા ધરતી પુત્રો બરાબરના ફસાયા છે. હવે સરકાર સિવાય તેને કોઈ પાસે આશા નથી.

આ પણ વાંચો- દહેજની ૐ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થયો, 5 કામદારોના મોત નિપજ્યા

આ પણ વાંચો- Gujarat Assembly Election 2022: PM મોદી અને HM અમિત શાહનો આ મહિને પણ ગુજરાત પ્રવાસ યથાવત રહેશે, BJP તૈયારીમાં લાગી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">