પોરબંદરમાં વ્યાજે લીધેલ 21 લાખ સામે, 52 લાખ વસૂલનારા સામે ફરિયાદ, પોલીસે દંપતિની કરી ધરપકડ

સૌરાષ્ટ્રમાં પોલીસે 75થી વધુ લોકદરબાર યોજીને ગુના દાખલ કર્યા. જેમાં રાજકોટ શહેરમાં 79 વ્યાજખોરો સામે 43 ફરિયાદ, જામનગરમાં 69 આરોપી સામે 26 ફરિયાદ, પોરબંદરમાં 1 ફરિયાદ, જૂનાગઢમાં 39 આરોપી સામે 17 ફરિયાદ, મોરબીમાં 40 આરોપીઓ સામે 20 ફરિયાદ નોંધાઈ હતી.

પોરબંદરમાં વ્યાજે લીધેલ 21 લાખ સામે, 52 લાખ વસૂલનારા સામે ફરિયાદ, પોલીસે દંપતિની કરી ધરપકડ
Gandhinagar: Crimes filed against 1,481 accused in StateImage Credit source: simbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 12:15 PM

રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત રાજ્યમાં ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવી જ રીતે વ્યાજખોરોના ત્રાસની વધુ એક ઘટના પોરબંદરમા સામે આવી છે. પોરબંદરના રહેવાસી દર્શન શાસ્ત્રીએ વ્યાજે લીધેલા 21 લાખ રુપિયા પેટે 17 ટકા વ્યાજ ચુકવ્યું હતું તેમ છતા પણ મુદ્દલ બાકી હોવાનું કહીને વ્યાજખોરે 52 લાખ રૂપિયાનો ચેક લખાવી લીધો હતો.

આ પણ વાંચો : Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન

વ્યાજખોરોએ દર્શન શાસ્ત્રી સામે ચેક રિટર્ન થવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી કંટાળીને દર્શન શાસ્ત્રીએ કમલાબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે આરોપી પ્રેમશંકર જોશી અને તેમના પત્નીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક વ્યાજખોર રાજુ વાઘેલા ફરાર થયો હોવાનું સામે આવ્યું છે. આ ફરિયાદ અંતર્ગત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને વ્યાજ ખોર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ અગાઉ પણ રાજ્યભરમાં વ્યાજખોરીનું દૂષણ ડામવા ગૃહ રાજ્યપ્રધાને આપેલા આદેશ અંતર્ગત ઠેર-ઠેર લોકદરબાર યોજીને પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુના નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારસુધીમાં એવું લાગતુ હતુ કે માથાભારે તત્વો જ વ્યાજખોરી કરતા હશે. પરંતુ હવે એવી હકીકત સામે આવી છે કે વ્યાજખોરીના આ દૂષણમાં ડૉક્ટરો, અધ્યાપકો અને વકીલો પણ સામેલ થયો હતો. આવા 228 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી. લોકોને લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા હતા.

લૂંટી લેનારા વ્યાજના વરૂઓ વિરૂદ્ધ 107 ગુના દાખલ કરાયા

ગત 5 તારીખથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પોલીસે 75થી વધુ લોકદરબાર યોજીને ગુના દાખલ કર્યા. જેમાં રાજકોટ શહેરમાં 79 વ્યાજખોરો સામે 43 ફરિયાદ, જામનગરમાં 69 આરોપી સામે 26 ફરિયાદ, પોરબંદરમાં 1 ફરિયાદ, જૂનાગઢમાં 39 આરોપી સામે 17 ફરિયાદ, મોરબીમાં 40 આરોપીઓ સામે 20 ફરિયાદ નોંધાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">