Video: પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી ભભુકી ઉઠી ભીષણ આગ, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા

Porbandar: રતનપર ગામે જુરીના જંગલમાં ફરી આગ ભભુકી ઉઠી છે. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉમટ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા.

Video: પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી ભભુકી ઉઠી ભીષણ આગ, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા
જંગલમાં લાગી આગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 10:17 PM

પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં આગ લાગી છે. આ જંગલમાં આગ લાગવાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જંગલમાં અગાઉ પણ આગ ભભુકી હતી. ફરી આગ લાગતા ત્રણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગની ટીમે કલાકો સુધી આગ પર કાબુ કરવા પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Porbandar : આ દેશભક્તિ ગજબ છે ! પોરબંદરમા શિયાળાની કડકડતી ઠંડીમાં મધ દરિયે ધ્વજવંદન, 23 વર્ષની પરંપરા અકબંધ

અગાઉ 15 ડિસેમ્બરે પણ જંગલમાં ભીષણ આગ લાગી હતી. પોરબંદરનાં જંગલ વિસ્તારના ખાગેશ્રી ગામ પાસ ફોરેસ્ટ એરિયામાં આગ લાગી છે. મોડી રાતે બે વાગે જંગલ વિસ્તારમાં આગ લાગી હતી. જે બાદ અફરાતફરીનો માહોલ છવાયો છે. આગ પર કાબુ મેળવવા પોરબંદર ફાયર બ્રિગેડ તેમજ ઉપલેટા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જેમાં મોડી રાતથી પોરબંદરની ચાર ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેતથી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ તરફ પોરબંદરમાં 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી 74માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણી કુતિયાણા સરકારી હાઇસ્કુલ ખાતે યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અશોક શર્માએ ધ્વજ વંદન કરી પરેડ નિરિક્ષણ કરી ઉપસ્થિત જિલ્લાવાસીઓ પાસેથી પ્રજાસત્તાક દિનનું અભિવાદન જીલ્યુ હતું.

g clip-path="url(#clip0_868_265)">