પોરબંદરના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે બે બોટ સહિત 18 પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા
ગુજરાત કોસ્ટ ગાર્ડે ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરી રહેલા બે બોટ ઝડપી પાડી છે. તેની સાથે જ બોટમાં સવાર 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાં છે.
ફરી એકવાર પાકિસ્તાનની(Pakistan) નાપાક હરકતનો પર્દાફાશ થયો છે.પોરબંદરમાંથી(Porbandar) ફરી એકવાર પાકિસ્તાની બોટ સાથે 18 માછીમારો ઝડપાયા છે.ગુજરાતમાં(Gujarat) કોસ્ટ ગાર્ડે(Coast Guard) ભારતીય જળ સીમામાં ઘુસણખોરી કરી રહેલા બે બોટ ઝડપી પાડી છે. તેની સાથે જ બોટમાં સવાર 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યાં છે. આ માછીમારો કયા ઇરાદાથી આ તમામ શખ્સો અહી આવ્યાં હતા તે દિશામાં પોલીસે હાલ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં પાકિસ્તાની માછીમારો દ્વારા વારંવાર જળ માર્ગે ઘૂસણખોરી કરવામાં આવે છે. જેની પર નજર રાખવા ભારતીય કોસ્ટ ગાર્ડ સતત સતર્ક રહેતું હોય છે. જેમાં પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા પણ અનેક વાર ભારતીય જળ સીમામાં પ્રવેશવાના કિસ્સા સામે આવ્યા છે. જો કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ અંગે સતર્કતા રાખવામાં આવે છે અને સતત પેટ્રોલિંગના પગલે પાકિસ્તાનના ઘૂસણખોરીના બદઈરાદા પાર પડતાં નથી.
આ પણ વાંચો: અમરેલીના જાફરાબાદ દરિયામાંથી લાપતા થયેલી બોટ મળી, માછીમારોએ રાહતનો શ્વાસ લીધો
આ પણ વાંચો: ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ માછીમારોને જરૂરી સહાય અને વળતર આપવાનું આશ્વાસન આપ્યું