AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં સંપર્ક, મોબાઇલમાંથી મળ્યા કોસ્ટગાર્ડની જાસૂસીના પુરાવા, ગુજરાત ATSએ જાસૂસની કરી ધરપકડ

જાસૂસી કેસમાં ATSની મોટી કાર્યવાહી સામે આવી છે. પોરબંદરથી ATSએ જાસૂસની ધરપકડ કરી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસીનો આરોપ તેના પર લાગ્યો છે. આરોપી કોસ્ટગાર્ડના શીપની મૂવમેન્ટ પર નજર રાખતો હતો. જાસૂસ યુવક પાકિસ્તાની યુવતીના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું હતું.

પાકિસ્તાનમાં સંપર્ક, મોબાઇલમાંથી મળ્યા કોસ્ટગાર્ડની જાસૂસીના પુરાવા, ગુજરાત ATSએ જાસૂસની કરી ધરપકડ
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Oct 26, 2024 | 7:06 PM

પોરબંદરમાં છેલ્લા થોડાક સમયથી કોસ્ટગાર્ડની બોટની માહિતી પાકિસ્તાન જતી હોવાની માહિતીને આધારે એટીએસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી શંકાસ્પદ યુવક પર નજર રાખવામાં આવી હતી. જે બાદ આ શંકાસ્પદ યુવક પંકજ કોઠીયાની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેના મોબાઈલને એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો.

પંકજ કોટીયાની પૂછપરછ અને તેના મોબાઈલ પરથી તે પોરબંદરમાં રહેલી કોસ્ટગાર્ડની બોટનું લોકેશન અને માહિતી પાકિસ્તાની યુવતીને મોકલતો હોવાનું સામે આવ્યું હતું, જેના આધારે ગુજરાત એટીએસ દ્વારા પંકજ કોટિયા સામે ફરિયાદ નોંધ તેની ધરપકડ કરી છે.

Stomach Infection થાય તો શું ખાવું ?
TMKOC : તારક મહેતાના નવા 'અંજલી ભાભી' રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમરસ
સમોસા અને જલેબી કોણે ન ખાવા જોઈએ?
દેવોં કે દેવ...મહાદેવ મોહિત રૈનાના પરિવાર વિશે જાણો
Gopal Italia Salary : ગોપાલ ઈટાલિયાને હવે ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે ?
Plant In Pot : લીંબુની છાલ ફેકીં દો છો ? છોડમાં આ રીતે કરો ઉપયોગ જંતુઓ રહેશે દૂર

તમાકુ પેકિંગ કરવનું કામકાજ કરતો આરોપી

એટીએસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સંવેદનશીલ માહિતી મોકલનાર યુવક પંકજ કોઠીયા પોરબંદરમાં એક કંપનીમાં તમાકુ પેકિંગ કરવનું કામકાજ કરે છે અને છેલ્લા એકાદ વર્ષથી અમુક વખત પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપ ઉપર વેલ્ડીંગ તથા અન્ય પરચુરણ મજૂરી કામ માટે હેલ્પર તરીકે જતો હતો.

રિયા નામની યુવતી પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવ્યું

પંકજ કોટીયા આઠેક મહિના પહેલા ફેસબુકના માધ્યમથી રિયા નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જે બાદ બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. રિયા નામની યુવતી મુંબઈની હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું યુવકને જણાવ્યું હતું. જે બાદ રિયા અને પંકજ કોટિયા વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ માધ્યમથી એકબીજાના સંપર્કમાં હતા. રિયા દ્વારા પંકજ કોટિયા પાસે પોરબંદર કોસગાર્ડની બોટની માહિતી માંગવામાં આવતી હતી. જેના બદલામાં રિયા દ્વારા યુવકને પૈસાની પણ લાલચ આપવામાં આવી હતી.

26000 રૂપિયા પંકજ કોટિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા

પોરબંદર જીટી ઉપર હાજર હોય તેવી કોસગાર્ડની શીપના નામ અને લોકેશન સહિતની માહિતીઓ પંકજ કોઠીયા રિયાને મોકલતો હતો. છેલ્લા આઠ મહિનાથી અલગ અલગ સમયે કોસગાર્ડની શીપના સંવેદનશીલ માહિતીઓ રિયાને મોકલી હતી અને જેના બદલામાં રિયા દ્વારા અલગ-અલગ બેંક એકાઉન્ટ માંથી 26000 રૂપિયા પંકજ કોટિયાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

એટીએસની વધુ તપાસમાં સામે આવ્યું છે કે રિયા અને પંકજ કોટીયા વચ્ચે વોટસએપ ચેટ થયેલી હતી તે પાકિસ્તાનથી ઓપરેટ થતું હતું. જોકે રિયા નો જે મોબાઈલ નંબર હતો તે અન્ય કોઈના નામથી ભારતમાંથી ખરીદી કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે, જેથી હવે સંવેદનશીલ માહિતી પાકિસ્તાન જેવા દેશ માટે જાસુસી કરી રહેલા એજન્ટને મળી રહી હતી. જેનાથી ભારત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને આંતરિક સલામતી જોખમરૂપ સાબિત થતી હોવાથી પંકજ કોઠીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

એટીએસ તપાસ કરી રહી છે કે પંકજ સાથે અન્ય કોઈ વ્યક્તિ આ કામમાં સંડોવાયેલું છે કે કેમ અને પ્રિયા અન્ય કોઈ વ્યક્તિના સંપર્કમાં રહી માહિતીઓ મેળવતી હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરાય છે.

g clip-path="url(#clip0_868_265)">