અમરેલીના જાફરાબાદ દરિયામાંથી લાપતા થયેલી બોટ મળી, માછીમારોએ રાહતનો શ્વાસ લીધો

જાફરાબાદ દરિયામાંથી લાપતા થયેલી બોટ એન્જીન ખરાબ થવાના કારણે બોટ મહારાષ્ટ્ર લાંગરી હતી..8 ખલાસી અને બોટ સલામત છે.1 બોટ સાથે 8 ખલાસી સંપર્ક વિહોણા થતાં માછીમારો ચિંતાતુર બન્યાં હતા.

અમરેલીના(Amreli)જાફરાબાદ(Jafrabad) દરિયામાંથી લાપતા થયેલી બોટની  ભાળ મળતા માછીમારોએ (Fisherman) રાહતનો શ્વાસ લીધો છે.લાપતા ઓમ નમોશિવાય નામની બોટનો સંપર્ક થતા માછીમારો ચિંતામુક્ત બન્યાં છે.બોટ એસોસિએશન પ્રમુખે આ અંગે જાણકારી આપી છે.

તેમણે કહ્યું કે એન્જીન ખરાબ થવાના કારણે બોટ મહારાષ્ટ્ર લાંગરી હતી..8 ખલાસી અને બોટ સલામત છે.1 બોટ સાથે 8 ખલાસી સંપર્ક વિહોણા થતાં માછીમારો ચિંતાતુર બન્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગની (Weather Forecast) આગાહીને લઇ માછીમારોને (Fishermans) દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. જેના ભાગરૂપે અમરેલી જિલ્લાના જાફરાબાદ (Jafrabad) બંદર પર 400 થી વધુ બોટો વતન પરત ફરી હતી. જાફરાબાદ, શિયાળ બેટ સહિત દરિયા કાંઠે બોટો પરત ફરી રહી છે. રાજ્યમાં ખરાબ વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી હતી. અને માછીમારોને સુચના આપવામાં આવી હતી કે તેવો દરિયો ના ખેડે.

તો બીજી તરફ ગીર સોમનાથના દરિયામાં કેટલાક માછીમાર ગુમ થયાના અહેવાલ આવ્યા હતા, સાથે જ ઘણી બોટને નુકશાન થયું હોવાની પણ માહિતી મળી હતી. આ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે ગુમ થયેલા માછીમારોની શોધખોળ શરુ કરી દીધી છે. તંત્રએ કોસ્ટ ગાર્ડ તેમજ હેલિકોપ્ટર દ્રારા માછીમારોની શોધખોળ શરુ કરી હતી. તો નવી માહિતી અનુસાર NDRFની વધુ એક ટીમ અમરેલીથી ગીર સોમનાથ ડાયવર્ટ કરાઈ છે.

આ પણ વાંચો : ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ માછીમારોને જરૂરી સહાય અને વળતર આપવાનું આશ્વાસન આપ્યું

આ પણ વાંચો :  અમદાવાદમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, સીએમએ ઓનલાઈન કરેલા બ્રિજનું ફરી લોકાર્પણ કર્યું

 

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati