AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biparjoy Cyclone: વાવાઝોડાને પગલે કચ્છનું તંત્ર એક્શન મોડમાં, અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળે કરાયુ સ્થળાંતર

કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Biparjoy Cyclone: વાવાઝોડાને પગલે કચ્છનું તંત્ર એક્શન મોડમાં, અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળે કરાયુ સ્થળાંતર
Biparjoy Cyclone
Jay Dave
| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:03 AM
Share

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy Breaking: વાવાઝોડાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 137 ટ્રેન પૈકી 90 ટ્રેન રદ રહેશે

સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 સેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે. આજે બપોર બાદ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર શરુ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરી તમામ સંભવત અસરગ્રસ્ત લોકોને સલામત ખસેડવામાં આવશે. કચ્છમાં 15000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાનો અંદાજ છે. તમામ સેન્ટર પર ફુડ પેકેટ,મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા 1 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

કચ્છના 72 ગામોના 9000 લોકોનું કરાશે સ્થળાંતર

બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. દ્વારકાના રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને બસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડાની તીવ્રતાને જોતા કોઈ જાનહાનિ ન થાય તે માટેના તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. લોકોને દરિયા કાંઠે ન જવા પણ સૂચિત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠે સાઈનબોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે, જેમાં લોકોને કાંઠા વિસ્તાર તરફ ન આવવા માટે અપીલ કરાઈ છે.

સાગરકાંઠા વિસ્તારોમાં 16 જૂન સુધી 144 કલમ લગાવાઈ

સાગર કાંઠા વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. સમુદ્રમાંથી ઉઠતા મોજાના દૃશ્યો ટીવી સ્ક્રીન પર જેટલા નયનરમ્ય લાગે છે જમીન પર એ એટલા જ વિનાશક સાબિત થતા હોય છે. આ સાથે દરિયામાં ભરતી ઉઠવાથી મોજાનો ઘુઘવતો અવાજ પણ વાવાઝોડાનો તાગ મેળવવા માટે પુરતો છે.

15 જૂન સુધી કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની આશંકા

અરબ સાગરમાં આ વર્ષે ઉઠેલુ પ્રથમ વાવાઝોડુ બિપરજોય અત્યંત વિનાશક તોફાનમાં પરિવર્તિત થઈ ગયુ છે. 15 જૂન સુધી ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવાની આશંકા છે. આ દરમિયાન 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જારી કર્યુ છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">