આચાર્ય રાકેશ પ્રસાદ સાથેના પોલીસકર્મીઓએ સત્સંગી મહિલાઓને માર માર્યો, કારણ હતું મંદિરમાં બૂટ સાથે પ્રવેશ
પોલીસની દાદાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા હશે પરંતુ આ કિસ્સો તમે સાંભળીને ચોંકી જશો. પોલીસ સ્ટેશનમાં તો પોલીસની દાદાગીરી હોય જ પરંતુ હવે તો મંદિરમાં પણ પોલીસ હવે બોસની જેમ વર્તવા લાગી છે. ઘટના ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં બની કે જ્યાં રવિવારે 16 વર્ષ બાદ આચાર્ય રાકેશ પ્રસાદ મંદિરના દર્શન કરવા આવ્યા. આ પણ વાંચોઃ સિનિયર […]
પોલીસની દાદાગીરીના અનેક કિસ્સા સામે આવ્યા હશે પરંતુ આ કિસ્સો તમે સાંભળીને ચોંકી જશો. પોલીસ સ્ટેશનમાં તો પોલીસની દાદાગીરી હોય જ પરંતુ હવે તો મંદિરમાં પણ પોલીસ હવે બોસની જેમ વર્તવા લાગી છે. ઘટના ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં બની કે જ્યાં રવિવારે 16 વર્ષ બાદ આચાર્ય રાકેશ પ્રસાદ મંદિરના દર્શન કરવા આવ્યા.
આચાર્ય રાકેશ પ્રસાદની સાથે પોલીસ પણ મંદિરમાં પ્રવેશી પરંતુ પોલીસકર્મીઓ મંદિર બહાર પોતાના જૂતા ઉતારવાનો વિવેક પણ ન દાખવ્યો. પોલીસના આવા વર્તનથી દર્શને આવેલી મહિલાઓ રોષે ભરાઈ અને મંદિરમાં જૂતા પહેરીને ઘુસેલા પોલીસ કર્મીઓનો ભારે વિરોધ કર્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વિરોધ બાદ ઉગ્ર બનેલી પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો. પોલીસના લાઠીચાર્જમાં એક મહિલાને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તો પોલીસના આ ઉગ્ર વલણ બાદ મહિલાઓએ પણ આક્રમકતા દર્શાવી. મહિલાઓ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાનની ધૂન બોલાવવા લાગી હતી. ભારે હંગામા બાદ આખરે લાંબા સમયે મામલો થાળે પડ્યો હતો.