PM નરેન્દ્ર મોદી ફરી એકવાર 6 નવેમ્બરે આવશે ગુજરાત, ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં આપશે હાજરી
PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે. તેઓ 6 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવવાના હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

Gandhinagar: PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફરી એકવાર ગુજરાત આવશે. તેઓ 6 નવેમ્બરે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવવાના હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે, ચૂંટણીની જાહેરાત બાદ પીએમ મોદીનો પહેલો પ્રવાસ હશે. તેઓ ભાવનગરમાં સમુહ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ સુરેન્દ્રનગર અને વલસાડમાં જનસભાને સંબોધશે.
મહત્વનું છે કે, મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ PM મોદીએ મુલાકાત લઇને અસરગ્રસ્તોને સાંત્વના આપી હતી. PM મોદીની મોરબી મુલાકાત અંગે જાણકારી આપતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાને દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ હોસ્પિટલમાં મુલાકાત લઇને તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા. આ સાથે જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે મોરબી દુર્ઘટના બાદ તંત્રએ કરેલી રેસ્ક્યુ કામગીરીથી PM મોદી સંતોષ હોવાનું પણ પાટીલે જણાવ્યું હતું.
135 લોકોને ભરખી જનાર મોરબીના ગોઝારા ઘટનાસ્થળની PM મોદીએ પુલનુ નિરિક્ષણ કર્યું હતું. તે દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. અને મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી.