ભવ્ય જીત બાદ PM મોદી માતાના આશીર્વાદ માટે પ્રથમ વખત આવી રહ્યા છે ગુજરાત, આ કારણોસર સાદગીપૂર્ણ રીતે કાર્યક્રમોનું થશે આયોજન
બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપે નરેન્દ્ર મોદી અને અમિત શાહના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પરંતુ સુરતની આગની દૂર્ઘટનાના પગલે સ્વાગત કાર્યક્રમ સાદગી પૂર્વક યોજાશે. નરેન્દ્ર મોદીનું દર વખતની માફક અમદાવાદ એરપોર્ટથી ઢોલ નગારા અને શરણાઈની જેમ સ્વાગત નહીં થાય. નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા […]
બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. ત્યારે ભાજપે નરેન્દ્ર મોદી અને અમિત શાહના સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. પરંતુ સુરતની આગની દૂર્ઘટનાના પગલે સ્વાગત કાર્યક્રમ સાદગી પૂર્વક યોજાશે. નરેન્દ્ર મોદીનું દર વખતની માફક અમદાવાદ એરપોર્ટથી ઢોલ નગારા અને શરણાઈની જેમ સ્વાગત નહીં થાય. નરેન્દ્ર મોદી એરપોર્ટથી સીધા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરવા પહોંચશે. બાદમાં ખાનપુરમાં સભાને સંબોધશે.
આ પણ વાંચોઃ વિવેક ઓબરોયની ફિલ્મ PM Narendra Modiએ 2 દિવસમાં Box Office પર કરી આટલી કમાણી
તો મહત્વની વાત એ છે કે માનો આશીર્વાદ.. તહેવાર હોય, પ્રસંગ હોય કે જન્મદિવસ.. દરેક સમયે પીએમ મોદીએ તેમની માતા હીરાબાના આશીર્વાદ માટે ગુજરાત આવે છે. પીએમ મોદીએ ત્યારે પણ માતાના આશીર્વાદ લીધા હતા જ્યારે તેઓ પહેલીવાર વડાપ્રધાન બન્યા. અને હવે જ્યારે મોદી બીજી વાર દેશનું સુકાના સંભાળી રહ્યા છે, ત્યારે પણ આ દિકરો અચૂક માતાના આશીર્વાદ લેવા ગુજરાત આવી રહ્યા છે.