AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આવેલા ભૂકંપ અંગે પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી માહિતી મેળવી

રાજ્યના કોઈ વિસ્તારોમાં માલ મિલ્કત ને કોઈ નુકશાન કે કોઈ જાનહાનિ પણ થયા નથી તેની વિગતો મુખ્યમંત્રી એ તેમને આપી હતી.ભૂપેન્દ્ર પટેલે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક છે તેનાથી પણ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા. 

ગુજરાતમાં આવેલા ભૂકંપ અંગે પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી માહિતી મેળવી
PM Modi got information about earthquake in Gujarat by talking to Chief Minister (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 10:13 PM
Share

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)સાથે ટેલીફોનીક વાતચીત કરીને  ગુરુવારે  બપોરે ગુજરાતમાં આવેલા ભૂકંપ ના હળવા આંચકાની માહિતી મેળવી હતી.આ ભૂકંપ ના આંચકા થી રાજ્યના કોઈ વિસ્તારોમાં માલ મિલ્કત ને કોઈ નુકશાન કે કોઈ જાનહાનિ પણ થયા નથી તેની વિગતો મુખ્યમંત્રી એ તેમને આપી હતી.ભૂપેન્દ્ર પટેલે રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક છે તેનાથી પણ વડાપ્રધાનને માહિતગાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દ્વારકામાં ગુરુવારે ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી 223 કિમી ઉત્તર પશ્ચિમમાં છે, જે પાકિસ્તાનમાં છે. ગુરુવારે બપોરે 3:15 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5 માપવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર અંદર હતું. આ કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી 223 કિલોમીટર, રાજકોટથી 328 કિલોમીટર અને અમદાવાદથી 453 કિલોમીટરના અંતરે હતું. જો કે, આ ભૂકંપના કારણે અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.

આસામ અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપ આવ્યો હતો ગુજરાત પહેલા સવારે 10.19 વાગ્યે આસામના સોનિતપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સોનિતપુરના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 માપવામાં આવી હતી. આ સાથે હિમાચલ પ્રદેશના શિમલામાં સવારે 7.13 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.4 માપવામાં આવી હતી. આ બંને ભૂકંપ ગુરુવારે 4 નવેમ્બરે જ આવ્યા હતા.

ભૂકંપ ક્યારે આવે છે ? ધરતીકંપ સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે કોઈ ખડક અથવા પથ્થર અચાનક પૃથ્વીના પેટાળમાં તૂટી જાય છે અને ત્યાં હલનચલન થાય છે. આ દરમિયાન અચાનક ઉર્જા છૂટવાથી ધરતીકંપના મોજા ઉદ્ભવે છે અને તેના કારણે જમીન હલી જાય છે. ભૂકંપ દરમિયાન અને પછી ભૂગર્ભ ખડકો ખસે છે અને જ્યાં સુધી તેઓ ક્યાંક અટવાઈ ન જાય ત્યાં સુધી આવું થાય છે. શરૂઆતમાં જ્યાં ખડક તૂટે છે તેને ધરતીકંપનું કેન્દ્રબિંદુ અથવા હાયપોસેન્ટર કહેવામાં આવે છે. જમીન પરના કેન્દ્રબિંદુની બરાબર ઉપરના ભાગને એપીસેન્ટર કહેવામાં આવે છે.

આ  પણ વાંચો : ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ દિવાળીની ઉજવણી કરી, જુઓ વિડીયો

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષનો પ્રારંભ પંચદેવ મંદિરમાં દર્શનથી કરશે, ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">