AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi America Visit: ગુજરાતીઓ માટે ગૌરવના સમાચાર, ગુગલ ગિફ્ટ સિટીમાં ખોલશે ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર, ભારતના ડિજીટલાઈઝેશન પાછળ 10 બિલિયન ડોલરનું રોકાણ

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતને સન્માનની વાત ગણાવી હતી. આ સાથે તેમણે રોકાણને લઈને મોટી જાહેરાત કરી હતી.

PM Modi America Visit: ગુજરાતીઓ માટે ગૌરવના સમાચાર, ગુગલ ગિફ્ટ સિટીમાં ખોલશે ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર, ભારતના ડિજીટલાઈઝેશન પાછળ 10 બિલિયન ડોલરનું રોકાણ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 2:26 PM
Share

America: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 23 જૂન દરમિયાન અમેરિકાના ત્રણ દિવસીય રાજ્ય પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે. પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરી છે.

આ પણ વાંચો: PM Modi in America: PM મોદીએ જો બાઈડન સાથે ચિયર્સ કર્યુ તે ડ્રીંક કયું છે? જાણો

ગૂગલના CEOએ જણાવ્યું કે કંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) ઓપરેશન સેન્ટર ખોલશે. આ સાથે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી.

ડિજીટલ ઈન્ડિયાને જણાવ્યો વિઝનરી પ્લાન

પિચાઈએ કહ્યું કે, PM મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડા પ્રધાનને કહ્યું કે Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફિન-ટેક (Gift) સિટી, ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ.”

Credit- Twitter@sanghaviharsh

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ  તપન રાયએ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં તેના વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની સ્થાપના કરવાનો Googleનો નિર્ણય એ ફિનટેક લેન્ડસ્કેપમાં ભારતની વધતી જતી આગવી ઓળખનો પુરાવો છે. વડા પ્રધાન  નરેન્દ્ર મોદીની Google CEO સુંદર પિચાઈ દ્વારા યુએસ મુલાકાત દરમિયાન કરવામાં આવેલી વ્યૂહાત્મક જાહેરાત એક જીત છે. ગિફ્ટ સિટીને સાચા અર્થમાં વૈશ્વિક ફિનટેક હબ બનાવવાના PMના વિઝનને સાકાર કરવામાં તે ઘણો આગળ વધશે. અમે GIFT સિટીમાં Googleને હોસ્ટ કરવા માટે આતુર છીએ.”

ડિજિટલ ઈન્ડિયાના વખાણ કરતાં Google CEOએ કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેના સમય કરતા આગળ હતું અને હવે હું તેને એક બ્લુપ્રિન્ટ તરીકે જોઉં છું જેને અન્ય દેશો અનુસરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટિમ કૂક, એલોન મસ્ક પણ મળ્યા

સુંદર પિચાઈ ઉપરાંત એલોન મસ્ક સહિત ટોચના અમેરિકન ઉદ્યોગપતિઓ, એપલના સીઈઓ ટિમ કૂક, સ્પેસ એક્સ, ટેસ્લા અને ટ્વિટર સહિત અનેક કંપનીઓના બોસ પીએમ મોદીને મળ્યા હતા. પીએમ મોદીને મળ્યા બાદ એલોન મસ્કે પોતાને પોતાના ફેન કહ્યા હતા. ઈલોન મસ્કે કહ્યું કે હું ભારતના ભવિષ્યને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. મને લાગે છે કે વિશ્વના કોઈપણ મોટા દેશ કરતાં ભારતમાં વધુ સંભાવનાઓ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ એલોન મસ્કનું કહેવું છે કે તેમની ઇલેક્ટ્રિક કાર કંપની ભારતમાં શક્ય તેટલું જલ્દી રોકાણ કરવાની તકો શોધી રહી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
ભાલ પંથકમાં બે- બે મહિનાથી પાણી નથી આવતુ , છતા તંત્ર નીંદ્રાધીન- Video
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
g clip-path="url(#clip0_868_265)">