સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રોકવા પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ સુપ્રીમ કોર્ટમાં નાખી ધા- Video

| Edited By: | Updated on: Apr 09, 2026 | 6:32 PM

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ચૂંટણી રોકવા સહિત અનામતને પડકારતી અરજી કરી છે.

હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. અને ફોર્મ ભરવાની તારીખોને આડે ગણતરીની કલાકો બાકી છે ત્યારે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ આ ચૂંટણીઓ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. બાંભણિયા દ્વારા ચૂંટણી રોકવાની સાથે અનામતને પડકારતી અરજી કરવામાં આવી છે. આ અંગે ખુદ દિનેશ બાંભણિયાએ જાણકારી આપી છે. ચૂટણીને પડકારતી અરજી પપર આવતીકાલે સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટની ચીફ કોર્ટમાં આવતીકાલે આ મામલે સુનાવણી હાથ ધરાશે.

પોતાની અરજી અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યુ હતુ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિન અનામત વર્ગને થયેલા અન્યાયને લઈને અનામત નીતિ અંગે રાજ્ય સરકારની પદ્ધતિને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. આ અરજીને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. આ અરજી પર 10 એપ્રિલના રોજ સુનાવણી થશે. આ અરજીમાં બિન અનામત વર્ગને થતા અન્યાય અને અનામત નીતિને અમલમાં લાવવા અંગે અને ન આવે ત્યાં સુધી ચૂંટણી પર રોક લગાવવા અંગે અરજી કરવામાં આવી છે.

રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગના બિનઅનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાનો દાવો બાંભણિયા દ્વારા કરવામાં આવ્યો છે. જ્યાં બિન અનામત વર્ગની વસ્તી હોવા છતા પણ
એ બેઠકો પર અનામતની સીટો ફાળવી દેવાઈ છે. આ સંદર્ભે રોસ્ટર પદ્ધતિને ચેલેન્જ કરતી અરજી સુપ્રીમમાં કરવામાં આવી છે. અનામત નીતિના નામે સીટોની આડેધડ ફાળવણી બિનઅનામત વર્ગ માટે અન્યાયી અને નુકસાનકર્તા હોવાથી આ અરજી કરવામમાં આવી છે.

 

ચાલતા ચાલતા માણસ ગટરમાં સરકી પડે, આજ છે તંત્રની કામગીરીનો હિસાબ આપતુ રિપોર્ટ કાર્ડ– જુઓ CCTV Video

Published on: Apr 09, 2026 06:26 PM
Follow Us