Patan : સિદ્ધપુર પાઇપ લાઇનમાં યુવતીના મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો, યુવતીની ઓળખ થઈ
પાણીની પાઇપલાઇનમાંથી ગુમ યુવતીના જ અવશેષો હોવાનુ DNAમા સામે આવ્યુ છે. જેમાં લવિના સિંધી નામની યુવતી ગુમ થઈ હતી . લવિનાએ પાણીની ટાંકીમાં આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું. જો કે કયા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તેનું રહસ્ય હજુ અકબંધ છે.
ગુજરાતના(Gujarat) પાટણના(Patan)સિદ્ધપુરમાં પાઈપ લાઈનમાંથી મૃત યુવતીના અવશેષો મળવાના કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં પાણીની પાઇપ લાઇનમાંથી મળી આવેલ અવશેષો ગુમ થયેલ યુવતીના જ હોવાનુ સામે આવ્યું છે. તેમજ ગુમ થયેલ યુવતીના માતા પિતાના DNA અને મળી આવેલ અવશેષોના DNA મેચ થયા છે. પાણીની પાઇપલાઇનમાંથી ગુમ યુવતીના જ અવશેષો હોવાનુ DNAમા સામે આવ્યુ છે. જેમાં લવિના સિંધી નામની યુવતી ગુમ થઈ હતી . લવિનાએ પાણીની ટાંકીમાં આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યું. જો કે કયા કારણસર આપઘાત કરવામાં આવ્યો છે તેનું રહસ્ય હજુ અકબંધ છે.
આ પૂર્વે જેમાં PM રિપોર્ટમાં યુવતીની હત્યા ન થઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતક યુવતીના શરીર પર ઈજાના કોઈ જ નિશાન નથી. જો કે લાશ યુવતીની જ હોવાનું PM રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે.મૃતક યુવતીની હજી ઓળખવિધિ બાકી હતી.
પોલીસે યુવતીના મૃતદેહ પરથી મળેલો દુપટ્ટો અને સીસીટીવીમાં દેખાતી યુવતીના દુપટ્ટાના આધારે યુવતીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસ DNA અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇને બેઠી હતી. રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાય તેવી શક્યતા હતી.
મહત્વપૂર્ણ છે કે 16મી મેના રોજ પાટણના સિદ્ધપુરની પાણીની લાઇનમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. શહેરની ઉપલી શેરી વિસ્તારમાંથી યુવતીના શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા. તો બીજા દિવસે પણ લાલ ડોશી વિસ્તારની પાણીની લાઇનમાંથી યુવતીના પગના ભાગના અવશેષો મળી આવ્યા હતા.
પાણીની પાઇપલાઇનમાંથી યુવતીના શરીરના અવશેષો સહિત મૃતદેહ મળી આવતા સમગ્ર સિદ્ધપુરમાં ભારે ચકચાર ફેલાઇ છે. જોકે રહી રહીને જાગેલા પાલિકા તંત્રએ હવે પાણીની ઊંચી ટાંકીના દરવાજા પાસે CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે.
(With Input, Sunil Patel, Patan )
પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો