AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine: ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાનું શરુ, હજુ બોર્ડર પર ઘણા ફસાયેલા છે, વતન લાવવા માટે સરકાર પાસે મદદની આજીજી

યુક્રેનમાં ફ્લાઈટ ઉતારી શકાય તેમ ન હોવાથી ભારત સરકાર પાડોશી દેશોમાં વિમાન મોકલીને પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે અને ત્યારે બાદ તેમને ભારત લાવવામાં આવે છે.

Ukraine:  ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાનું શરુ, હજુ બોર્ડર પર ઘણા ફસાયેલા છે, વતન લાવવા માટે સરકાર પાસે મદદની આજીજી
યુક્રેનથી ફ્લાઈટમાં સ્વદેશ પરત ફરેલા વિદ્યાર્થીઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 3:25 PM
Share

યુક્રેન (Ukraine) માં ફસાયેલા વિદ્યાર્થી (students) ઓને ભારત લાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે અને આજે એક સ્પેશિયલ ફ્લાઈટમાં ગુજરાતના 44 સહિત દેશભરના વિદ્યાર્થીઓ પાછા આવી ગયા છે ત્યારે યુક્રેનની રોમાનિયા અને પોલેન્ડની સરહદ (border ) એ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયેલા છે.

ફ્લાઈટમાં મુંબઇ ઉતરેલા ગુજરાતના વિદ્યાર્થીઓને ગુજરાતમાં લાવવા માટે રાજ્ય સરકારે એસટીની વોલ્વો બસ મુંબઈ મોકલી હતી. જેમાં આવેલા વિદ્યાર્થીઓને પોત પોતાના વિસ્તારના મુખ્ય શહેરોમાં ઉતારવામાં આવ્યા ત્યારે ત્યાં હાજર તેમના પરિવારજનો અને વિદ્યાર્થીઓ વચ્ચે ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં.

જોકે હજુ તો વિદ્યાર્થીઓને પરત લાવવાની શરૂઆત થઈ છે. યુક્રેનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર (government) એ કામગીરી શરૂ કરી દીધી છે, જેના પગલે ફ્લાઈટમાં એક પછી એક વિદ્યાર્થીઓના સમુહને લાવવામાં આવશે. યુક્રેનમાં ફ્લાઈટ ઉતારી શકાય તેમ ન હોવાથી ભારત સરકાર પાડોશી દેશોમાં વિમાન મોકલીને પહેલાં વિદ્યાર્થીઓને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરી રહી છે અને ત્યારે બાદ તેમને ભારત લાવવામાં આવે છે.

ગાંધીનગર– જીતુ વાઘાણીએ જણાવ્યું કે યુક્રેનમાં ફસાયેલા તમામ વિદ્યાર્થીઓ હેમખેમ ગુજરાત પરત ફરશે. અત્યાર સુધીમાં ગુજરાતના 100 વિદ્યાર્થી ભારત પરત આવ્યા છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ સલામત પરત લવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારે પાડોશી દેશોમાંથી વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવી છે. યુક્રેન સ્થિત દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવા સરકારે કંટ્રોલરૂમ પણ શરૂ કર્યો છે.

સુરત– યુક્રેનથી વિદ્યાર્થીઓનો એક સમુહ સુરત પરત ફર્યો છે. સુરતના સર્કિટ હાઉસમાં વિદ્યાર્થીઓ માતા-પિતાને મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. યુદ્ધમાંથી હેમખેમ પરત ફરનારા વિદ્યાર્થીઓને જોઈ માતાઓ ભાવુક બની હતી. વાલીઓએ બાળકો સલામત પરત આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયના અધિકારીઓનો આભાર માન્યો હતો. આ વિદ્યાર્થીઓને આવકારવા માટે સુરતના મેયર હેમાલી બોઘાવાલા અને ગુજરાત સરકારના પ્રધાન પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યાં હતા.

વડોદરા– યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની રોમાનીયામાં મોકલી ત્યાંથી વિમાનમાં મુંબઈ લવાયેલા 18 વિદ્યાર્થીઓને વોલ્વો બસમાં વડોદરા લાવવામાં આવ્યાં છે. ત્યારે વડોદરા સર્કિટ હાઉસ ખાતે તમામ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યાં. સાંસદ રંજનબેન ભટ્ટ, રાજ્ય કક્ષાના મંત્રી મનીષાબેન વકીલ, મેયર કેયુર રોકડિયા અને જિલ્લા કલેકટર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. તો બીજી તરફ હજી કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે. જેમના વાલીઓમાં ચિંતા છે. અને પોતાના બાળકને વતન પરત લાવવા માટે સરકારને અપીલ કરી રહ્યાં છે. તો મેયર, સાંસદ અને મંત્રીએ હજી ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવાની ખાતરી આપી. વડોદરાના અસંખ્ય લોકો પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે. ભારતીય નાગરિકોને પોલેન્ડ બોર્ડર પર એન્ટ્રી અપાતી ન હોવાની બાબતે સામે આવા છે. ભારત અને પોલેન્ડ વચ્ચે કેટલાક ટેક્નિકલ ઇસ્યુ હોવાને કારણે ભારતીય નાગરિકોને પ્રવેશ ્પાતો નહી હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન કિવમાં ફસાયેલી વડોદરાની યુવતી કોમલનો હૃદયદ્વાવક વિડીયો…વીડિયોમાં કોમલ અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરી રહી છે કે, જ્યા છો ત્યાં જ રહો.અહીંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.

રાજકોટ– રાજકોટના 6 વિદ્યાર્થીઓ હેમખેમ પરત ફર્યા છે. રાજકોટ જિલ્લાના 17 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરાયું છે. વહીવટી તંત્ર દ્વારા પહેલા વિદ્યાર્થીઓ અને પછી નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. યુક્રેન-પોલેન્ડની બોર્ડર પર ફસાયેલા ગુજરાતી વિધાર્થીઓના વીડિયો સામે આવ્યા છે. તેઓએ ભારતીય દૂતાવાસ પાસે મદદ માગી છે. તેમજ ભારતના વિદ્યાર્થીને પોલેન્ડમાં પ્રવેશ મળતો ન હોવાનું જણાવ્યું છે.

અમદાવાદ– યુક્રેનથી અમદાવાદના 7 વિધાર્થીઓ પરત આવી પહોંચ્યા છે. ફ્લાઈટમાં જે ગુજરાતી વિધાર્થીઓ પરત લવાયા છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ બરોડાના છે. વિદ્યાર્થીઓ રોમાનીયા બોર્ડર ક્રોસ કરી ફ્લાઇટથી મુંબઈ પહોંચ્યા છે. આ ઉપરાંત અમદાવાદનો ધ્રુવીન પંચાલ પણ નિપ્રોમાં ફસાયો છે. યુક્રેનની નિપ્રો સિટીમાં ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. યુદ્ધના હુમલાથી બચવા વિદ્યાર્થીઓ બંકરમાં છુપાયા છે.

ખેડા– યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સહી સલામત ભારત પરત લાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વાલીઓને હૈયાધારણા આપતાં કહ્યું, કે તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત પાછા લાવીશું. જોકે સ્વાભાવિક છે કે, વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા થાય, પણ સરકાર તેનાથી વધુ ચિંતિત છે.

બનાસકાંઠા– ધાનેરાનો વિદ્યાર્થી યુક્રેનના ડેનિબ્રૂ સિટીમાં ફસાયેલો છે. ભીષણ જંગ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીએ ગુજરાત અને ભારત સરકારને પરત લાવવાની વ્યવસ્થા ગોઠવવા વિનંતી કરી છે.

દાહોદ– દેવગઢબારિયાનો વિદ્યાર્થી હર્ષિલ જોશી પોલેન્ડની બોર્ડર પર ફસાયો છે. તેણે જણાવ્યું કે ટર્નિપિલ સરહદથી પોલેન્ડ બોર્ડર સુધી 30થી 40 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ છે. પોલેન્ડ બોર્ડર સુધી વિદ્યાર્થીઓ 30 કિલોમીટર સુધી ચાલતા પહોંચ્યા હતા. અહીં નેટ કવરેજ બરાબર ન હોવાથી ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક થઈ શક્યો નથી.આ વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર પરત લાવવાની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવે તેવી માગણી કરી છે. દાહોદના લીંબડીનો સહર્ષ પટેલ પણ યુક્રેનમાં ફસાયો છે. તે MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે સુમી સિટીમાં છે. હાલ સહર્ષ પટેલ સહિત અનેક વિદ્યાર્થીઓએ રાત્રીના બંકરમાં આશરો લીધો છે. સુમી સિટીથી રશિયન બોર્ડર માત્ર 30 કીમી દૂર છે.

પોરબંદર– યુક્રેનના ખારખીવમાં પોરબંદરના 4 યુવાન ફસાયા છે. પોરબંદરનો જયકીશન ચાંદારાણા નામનો યુવાન યુક્રેનમાં ડોકટરીના અભ્યાસ અર્થે ગયો હતો. યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા પોરબંદરના 4 વિદ્યાર્થીઓએ અન્ડર ગ્રાઉન્ડ મેટ્રોમાં આશરો લીધો છે.

કચ્છ – યુક્રેનના કિવમાં ભુજના એક વિદ્યાર્થી સહિત 11 ગુજરાતી ફસાયા છે. ગુજરાતીઓએ કિવમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે બંકરમાં રાત પસાર કરી રહ્યા છે. કચ્છના 11 લોકો યુક્રેનમાં હોવાની કંટ્રોલરૂમમાં જાણકારી મળી છે. પરિવારજનો સંતત તેમના સંપર્કમાં છે. નલિયાના ધારાશાસ્ત્રીની પુત્રી પણ યુક્રેનમાં ફસાઇ છે. જોકે તમામ લોકો સુરક્ષિત હોવાની માહિતી મળી છે. વિદ્યાર્થીઓના પરિવારે ભારત સરકાર જલ્દી મદદ કરે તેવી અપીલ કરી છે.

નવસારી– નવસારીના એક વિદ્યાર્થી પણ પોલેન્ડ બોર્ડર પર ફસાયો છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થી કહી રહ્યો છે કે ગઈ કાલે 40 કિમી ચાલી પોલેન્ડની બોર્ડર પર પહોંચ્યા. પરંતુ પોલેન્ડની ઓથોરિટીએ બોર્ડર અંદર ન આવવા દીધા અને યુક્રેન પરત જવા કહ્યું હતું. એટલું જ નહીં ખાવા તથા પીવાનું પાણી પણ ખૂટી ગયુ હોવાનો વિદ્યાર્થી દાવો કરી રહ્યો છે.

પંચમહાલ– પોલેન્ડની મેડિકા બોર્ડર પર ગુજરાતના વિદ્યાર્થીઓને કડવો અનુભવ થયો છે. યુક્રેનની સેનાએ ભારતીય વિદ્યાર્થીઓને સરહદ ઓળંગીને જતા અટકાવ્યા હતા. પોલેન્ડની સરહદે ભારે વરસાદ અને આકરી ઠંડી વચ્ચે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ભારતીય દૂતાવાસના અધિકારીઓ પોલેન્ડની સરહદમાં જવા માટે મદદ કરે તેવી વિદ્યાર્થીઓએ માગણી કરી છે.

દેવભૂમિદ્વારકા– ભાણવડની કેલ્શિ ડઢાણિયા પણ યુક્રેનમાં ફસાઇ હોવાના સમાચાર મળ્યા છે. ભાણવડના ડોકટરની દીકરી યુક્રેનના ટ્રનોપિયલ નેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિની બસ મારફતે ગુજરાતીઓ સાથે પોલેન્ડ જવા રવાના થઇ છે.

મહેસાણા– પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા મહેસાણાના યુવાને PM મોદીને સંબોધીને વીડિયો મેસેજમાં મદદ માગી છે. તેણે કહ્યું, કે પોલેન્ડ બોર્ડર પર ભારત સરકાર તરફથી કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. બોર્ડર પર માઈનસ 5 ડિગ્રીમાં ભૂખ્યા-તરસ્યા મદદની રાહમાં ભારતીયો વિદ્યાર્થીઓ ફસાયા છે.

સુરેન્દ્રનગર – જિલ્લાના વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર ફસાયા છે. માઈનસ પાંચ ડિગ્રીમાં બોર્ડર રાત પસાર કરવા માટે વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, સરકારે જાહેર કરેલા નંબર પરથી કોઈ મદદ નથી મળતી. એટલું જ નહીં ભારત સરકારે હજુ સુધી પોલેન્ડ સરકાર સાથે સત્તાવાર વાત પણ નથી કરી.

આ પણ વાંચોઃ યુક્રેનથી ભારત પરત આવનાર ગુજરાતના વિદ્યાર્થીઓએ TV9 ગુજરાતીનો માન્યો આભાર, દિલ્હીથી ગુજરાત માટે બસમાં થયા છે રવાના

આ પણ વાંચોઃ Ahmedabad: ભારતની ધરતી પર પગ મુકતા જ ભાવવિભોર થયા વિદ્યાર્થીઓ, ગુજરાતના 44 વિદ્યાર્થીના ચહેરા પર જોવા મળી ખુશી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">