ગાંધીનગર : ભાજપમાં જોડાયા બાદ દિનેશ શર્માનું નિવેદન “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે”
વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં નારાજગીના સૂર સંભળાઇ રહ્યા છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ એક બાદ એક નેતાઓની નારાજગી ખુલ્લીને સામે આવી છે.
અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ શર્માએ (Dinesh Sharma)કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, અને, આજે તેઓ ભાજપમાં (bjp) જોડાઇ ગયા છે. કેસરિયો ખેસ ધારણ કર્યા બાદ કોંગ્રેસ નેતાના સુર બદલાઇ ગયા છે. તેમણે જણાવ્યું કે “હું જે પક્ષમાં જોડાયો તેના સારથી નરેન્દ્ર મોદી છે” “સી.આર.પાટીલ મહાભારતના અર્જુન સમાન છે” આ સાથે જ તેમણે ઉમેર્યું કે “2022માં ભાજપની જીત થશે” “કોઈએ વિચાર્યું નહીં હોય કે દેશમાંથી 370ની કલમ હટશે” કોઈએ વિચાર્યું નહીં હોય કે રામ મંદિરનું નિર્માણ શરૂ થશે’
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ” કોંગ્રેસમાં કોઈ સિસ્ટમ જ નથી” “કોંગ્રેસમાં પક્ષ કે કાર્યકર્તાઓના હિતમાં કોઈ નિર્ણય નથી લેવાતા” “બે પાંચ નેતાઓના હિતમાં જ નિર્ણય લેવાય છે” “કોંગ્રેસમાં જમીન સ્તર પર કામ કરનારાઓની કોઈ જગ્યા નથી” “કોંગ્રેસમાં બેઠેલા 20-25 નેતાઓ ભૂકંપ લાવશે” “ભૂકંપ એટલે કોંગ્રેસનું વિસર્જન” આ સાથે જ કહ્યું કે હું રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારા સાથે ભાજપમાં જોડાયો છું.
ગુજરાત કોંગ્રેસના (Congress) સેનાપતિ સામે જ બળવો કરી વધુ એક નેતાએ રાજીનામું (Resignation)ધરી દીધું હતું. જેમાં અમદાવાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ શર્માએ (Dinesh Sharma)કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, અને, દિનેશ શર્માએ ભાજપમાં (BJP JOIN) જોડાવાની જાહેરાત પણ કરી દીધી હતી. આ સાથે દિનેશ શર્માએ સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથેની એક તસવીર પણ શેર કરી હતી.
વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં નારાજગીના સૂર સંભળાઇ રહ્યા છે. જેમાં જયરાજસિંહ પરમારના રાજીનામા બાદ એક બાદ એક નેતાઓની નારાજગી ખુલ્લીને સામે આવી છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી આખરે કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
આ પણ વાંચો : Surat : યુક્રેનમાં ફસાયેલ 6 વિદ્યાર્થીઓ પરત આવતા વાલીઓના આંખમાં આંસુ, વિદ્યાર્થીઓનું ગુલાબનું ફુલ આપી સ્વાગત કરાયું
આ પણ વાંચો : રાણપુર તાલુકાના અળવ ગામના બે 20 વર્ષીય યુવાન મિત્રોએ ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત