ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ B.Sc. એડમિશન પ્રક્રિયાને લઈ પરીપત્ર બહાર પાડ્યો, 30 જૂન પ્રવેશ માટે અંતિમ તારીખ

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ B.Sc. એડમિશન પ્રક્રિયાને લઈ પરીપત્ર બહાર પાડ્યો, 30 જૂન પ્રવેશ માટે અંતિમ તારીખ
Hemchandracharya University બીએસસી પ્રવેશ માટે પરીપત્ર બહાર પાડ્યો

B.Sc. માં 65 જેટલી ઉત્તર ગુજરાતની કોલેજોમાં નિયત ફાળવાયેલી બેઠકો પર વિધ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આ માટે પ્રવેશ પ્રક્રિયાને લઈ સંલગ્ન તમામ કોલેજોને પરીપત્ર મોકલી અપાયો છે.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

May 20, 2022 | 11:52 AM

રાજ્યમાં ધોરણ 12 સાયન્સનુ પરીણામ જાહેર થઈ ચુક્યુ છે. ત્યાર બાદ હવે પ્રવેશ પ્રક્રિયા માટેની શરુઆત કરી દેવામાં આવી છે. આ માટે B.Sc. માં એડમીશન આપવા માટેનુ આયોજન પણ રાજ્યમાં વિવિધ યુનિવર્સીટી દ્વારા કરવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (North Gujarat University) દ્વારા પણ આ માટે પ્રવેશ આપવાની પ્રક્રિયાને લઈ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ માટે પાટણ સ્થિત હેચંદ્રાચાર્ય યુનિવર્સિટી (Hemchandracharya University) દ્રારા ઉત્તરગુજરાતમાં આવેલ સંલગ્ન કોલેજોને આ માટે સુચનાઓ આપીને પ્રવેશની પ્રક્રિયા સરળતાથી પુર્ણ કરી દેવા માટે સુચના કરાઈ છે. આ માટેના પરીપત્ર પણ જે તે કોલેજોને મોકલી આપવામાં આવ્યા છે.

ધોરણ 12 સાયન્સના પરીણામો બાદ હવે વિધ્યાર્થીઓએ આગળના અભ્યાસ માટેની પ્રવેશ પ્રક્રિયા માટેની કાર્યવાહી શરુ કરી દીધી છે. આ માટે જરુરી સુચના અને પ્રવેશ પ્રક્રિયા કેવી રીતે કરવાની રહેશે તે બાબતના સુચનો પણ પરીપત્ર દ્વારા ખાનગી અને સરકારી ગ્રાન્ટેડ સંલગ્ન કોલેજને મોકલી આપવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીએસસી માટેની બેઠકો ધરાવતી 65 જેટલી કોલેજ આવેલી છે. જેમાં 13 કોલેજો સરકારી ગ્રાન્ટેડ છે. જ્યારે 52 જેટલી કોલેજો ખાનગી છે. જે સેલ્ફ ફાયનાન્સ પર નભી રહી છે. સરકારી અને સેલ્ફ ફાયનાન્સની કોલેજો પાસે કુલ મળીને 1.2 લાખ જેટલી બેઠકો છે. જેના માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.

30 જૂન પ્રવેશ માટે અંતિમ તારીખ

પ્રથમ સેમેસ્ટર માટે પ્રવેશ માટે યુનિવર્સિટી દ્વારા 30 જૂન અંતિમ તારીખ નિયત કરવામાં આવી છે. જે પ્રમાણે વિધ્યાર્થીઓ પણ પોતાના પ્રવેશની પ્રક્રિયા આગામી માસની આખર સુધીમાં પૂર્ણ કરી લેવી પડશે. આ માટે જે તે કોલેજોએ પોતાને યુનિવર્સિટી દ્વારા મંજૂર કરાયેલ બેઠકો પર પ્રવેશ આપવા માટે સૂચના કરાઈ છે. જેમાં વિધ્યાર્થીઓને ઓનલાઈન પ્રવેશ તેમના મેરિટ અને યુનિવર્સિટી દ્વારા સુચિત કરાયેલા નિયમોનુસાર આપવાનો રહેશે. આ માટે કોલેજોએ ડિવઝનની 120 બેઠકો અને મેનેજમેન્ટ ક્વોટાની સાત બેઠકો પર પ્રવેશ આપવાનો રહેશે. આમ કુલ 130 બેઠકો જ વધુમાં વધુ ડિવિઝન દીઠ ભરી શકાશે. આ માટે વિધાર્થીઓએ 100 રુપિયા પ્રવેશ ફી ભરવાની રહેશે. જે ફીની રકમ પણ ઓનલાઈન માધ્યમથી કોલેજોએ સ્વિકારવાની રહેશે. સાથે જ વિધાર્થીઓને માટે પણ યોગ્ય જાગૃતી જાળવીને પ્રવેશ મેળવવા માટે અપિલ પણ યુનિવર્સ્ટીએ કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati