AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PATAN : સાંતલપુરમાં અંધશ્રદ્ધાના નામે બાળકી સાથે ક્રૂરતા, બાળાનો હાથ ગરમ તેલમાં નાંખ્યો

આ ઘટનાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શખ્ત શબ્દોમાં વખોડી છે.  ગુનેગારોને સખ્તમાં સખત સજા થવી જોઈએ તેવું મંત્રી પ્રદીપ પરમારનું નિવેદન છે. બાળ આયોગના ચેરપર્સને આ ઘટનાને ક્રૂરતા ગણાવી અને કડકમાં કાર્યવાહી થવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે.

PATAN : સાંતલપુરમાં અંધશ્રદ્ધાના નામે બાળકી સાથે ક્રૂરતા, બાળાનો હાથ ગરમ તેલમાં નાંખ્યો
PATAN: Cruelty to a child in the name of superstition in Santalpur, child's hand dipped in hot oil
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 1:03 PM
Share

એક 11 વર્ષની માસૂમ દીકરીને એક એવી કસોટીમાંથી પસાર થવું પડ્યું છે. જેમાં તેના સત્યના પારખા કરવામાં આવ્યા. માસૂમ દીકરીને ઉકળતી અંધશ્રદ્ધાની આગમાંથી પસાર થવું પડ્યું છે. જીહાં, આ નિર્મમ ઘટના પાટણના સાંતલપુરમાં બની છે. કે, જ્યાં 11 વર્ષની માસૂમ દીકરીનો હાથ ઉકળતા તેલમાં નાંખવામાં આવ્યો છે. અને આ કૃત્ય દીકરીના પાડોશમાં રહેતીએ મહિલાએ જ કર્યું છે. માસૂમ તેલની ગરમીથી તડપતી રહી. પરંતુ માસૂમની તડપ નિર્દય પાડોશી મહિલાને ન દેખાઇ.

અનૈતિક સંબંધમાં અંધ બનેલી પાડોશી મહિલાએ અંધશ્રદ્ધાનો એવો ખેલ ખેલ્યો કે, દીકરીના મનમાં તેના ઉંડા ઘા પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાડોશ મહિલાના અનૈતિક સંબંધ હતા. અને તેની જાણ બાળકીને થઈ ગઈ હતી. બાળકીએ આ અંગે કોઈને વાત કરી છે કે, નહીં તે મહિલાને જાણવું હતું અને એટલે જ તેને ઘરે લઈ જઈ ગરમ તેલમાં હાથ નંખાવી અને સત્યના પારખા કર્યા કે, બાળકીએ કોઈને વાત કરી છે કે, નહીં.

કહેવાય છે કે, એક પિતા માટે બાળકી વ્હાલનો દરિયો હોય છે. પરંતુ આ ઘટના જ્યારે બાળકી સાથે બની. જ્યારે પાડોશી મહિલાએ માસૂમનો હાથ જ્યારે ઉકળતા તેલમાં નાંખ્યો ત્યારે બાળકીના પિતા ગામમાં નહોંતા તે પસ્તાવો કરી રહ્યા છે કે, જો તે હોત તો પોતાની માસૂમ દીકરીને બચાવી લેત. પરંતુ તેમને પણ ગામના અન્ય લોકો તરફથી માહિતી મળી અને તે તુરંત હોસ્પિટલે પહોંચ્યા હતા.

આ ઘટનાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શખ્ત શબ્દોમાં વખોડી છે.  ગુનેગારોને સખ્તમાં સખત સજા થવી જોઈએ તેવું મંત્રી પ્રદીપ પરમારનું નિવેદન છે. મંત્રી વડોદરાના સાયજીબાગમાં આવેલી સંકલ્પ ભૂમિ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તે દરમિયાન તેઓએ આ ગુનાહીત પ્રવૃતિ અંગે નિવેદન આપ્યું હતું.

તો બીજી તરફ આ મામલે TV9ની ટીમે બાળ અને મહિલા આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યા સાથે પણ વાત કરી. બાળ આયોગના ચેરપર્સને આ ઘટનાને ક્રૂરતા ગણાવી અને કડકમાં કાર્યવાહી થવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે. અને ઘટનાને લઈને તપાસના આદેશ પણ આપ્યા છે.

પાટણની ઘટનાને લઇને મહિલા આયોગની એક ટીમ પહોંચી હતી. અને, પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મામલે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ નારી અદાલતમાં કેસ ચલાવવાની તજવીજ પણ કરાઇ રહી છે.

હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આરોપી મહિલા લખી મકવાણાને પકડી પાડી છે. અને તેને કડકમાં કડક સજા મળે તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે સઘન તપાસ આરંભી છે. પરંતુ હાલ આ ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે કે, આ પ્રકારની ઘટના આપણા સમાજમાં ક્યારે અટકશે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">