AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ફરી એક જાસુસી કૌભાંડ ! ખનીજ અને ભૂમાફીયાઓનું મોટુ ષડયંત્ર, પાંચ આરોપી સકંજામાં

પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ સામે આવ્યું છે. ગોધરા કલેક્ટરે એક શખ્સને ઝડપી પાડ્યો છે. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ પણ એક શખ્સને પકડ્યો, તેમજ જિલ્લા LCBએ 3 શખ્સોને પકડ્યા છે. આમ કુલ 5 લોકોની અટકાયત કરી લેવાઇ છે.

ગુજરાતમાં ફરી એક જાસુસી કૌભાંડ ! ખનીજ અને ભૂમાફીયાઓનું મોટુ ષડયંત્ર, પાંચ આરોપી સકંજામાં
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2023 | 8:50 AM
Share

પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ સામે આવ્યું છે. આ જાસૂસી ખનીજ માફીયાઓ, ભૂમાફીયાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરાતી હતી. આ મામલે અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોને પકડી પાડ્યા છે અને તપાસ હાથ ધરી છે.

કુલ પાંચ લોકોની અટકાયત કરાઇ

ગોધરા કલેક્ટરે એક શખ્સને ઝડપી પાડ્યો છે. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીએ પણ એક શખ્સને પકડ્યો, તેમજ જિલ્લા LCBએ 3 શખ્સોને પકડ્યા છે. આમ કુલ 5 લોકોની અટકાયત કરી લેવાઇ છે.સમગ્ર ઘટનાની વાત કરીએ તો, ગેરકાયદે પ્રવૃતિ કરનારા લોકોએ સરકારી અધિકારીઓ પર નજર રાખવા એક સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું હતું અને માહિતી મોકલવા માટે ચોક્કસ સ્થળો પર કેટલાંક શખ્સોને પણ ઉભા રાખ્યા હતા. આ શખ્શો તમામ માહિતી શેર કરતા હતા કે અધિકારી ક્યાં જાય છે, કયા સ્થળ પર છે અને વાહનનો નંબર અને લોકેશન પણ મોકલતા.

કેમ રચાયુ જાસુસીનું ષડયંત્ર ?

સવાલ એ થાય છે કે આ શખ્સોએ આવું કાવતરૂં કેમ રચ્યું હશે.માહિતી મળી છે કે છેલ્લા કેટલાંક સમયથી અધિકારીઓએ ગેરકાયદે પ્રવૃતિ કરનાર સામે કાર્યવાહી હાથ ધરી છે. જેને લઇ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે, ત્યારે માફિયાઓ પકડાઇ ન જાય અને તેમની પ્રવૃતિ ચાલતી રહે, તે માટે અધિકારીઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ગોધરા કલેક્ટરે કાલોલના ચલાલી પાસેથી એક શખ્સને ઝડપ્યો.

આ રીતે પકડાયા તમામ જાસુસ

તપાસમાં સામે આવ્યું કે કાલોલથી પકડાનાર વ્યક્તિએ અધિકારીના વાહનનો નંબર અને લોકેશન સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂક્યું હતું અને આવા અનેક ગ્રુપ ચાલી રહ્યા છે. બીજી તરફ જિલ્લા પુરવઠા અધિકારીની બાઇકનો પીછો કરતો શખ્સ પકડાયો અને તેના મોબાઇલમાં 10 ગ્રુપ મળ્યા. આવી જ માહિતી પંચમહાલ LCBને મળી હતી અને તેમણે વોચ ગોઠવીને 3 શખ્સોને પકડ્યા છે.

આ પણ વાંચો-રાજકોટના જસદણ APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2725 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

હાલ તમામ 5 શખ્સો સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરાઇ છે. આરોપીઓની અટકાયત થતા ગ્રુપમાં રહેલા મેમ્બર્સ પોતે જ નીકળવા માંડ્યા હતા. કેટલાંક ગ્રુપમાં એડમિને પોતે જ મેમ્બરોને કાઢીને બંધ કર્યા. આ મામલે કલેક્ટરે જણાવ્યું કે મોબાઇલ નંબરના આધારે વધુ કાર્યવાહી હાથ ધરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">