Panchmahal: પાવાગઢ મંદિરનું શિખર સોનાના કળશથી થયુ સુશોભિત, 2 કિલો 900 ગ્રામ સોનાનો ઢોળ ચઢાવેલા 8 કળશની પ્રતિષ્ઠા કરાઇ

ગુજરાતના (Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું (Pavagadh) રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવું પરિસર તૈયાર કરવામાં આવ્યુ છે.

Panchmahal: પાવાગઢ મંદિરનું શિખર સોનાના કળશથી થયુ સુશોભિત, 2 કિલો 900 ગ્રામ સોનાનો ઢોળ ચઢાવેલા 8 કળશની પ્રતિષ્ઠા કરાઇ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:13 PM

મધ્ય ગુજરાતના (Gujarat) પ્રસિદ્ધ તીર્થસ્થળ પાવાગઢમાં (Pavagadh) મહાકાળી માતાજીના મંદિરને સુવર્ણજડિત (Gold Plated) શિખરોથી સુશોભિત કરવામાં આવ્યુ છે. પાવાગઢ મંદિરમાં પ્રથમવાર ભક્તોએ દાનમાં આપેલા 14.50 કરોડના 2 કિલો નવસો ગ્રામ સોનાનો ઢોળ ચડાવેલા 8 કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી. મહાકાળી મંદિરના મુખ્ય શિખર પરના કળશ અને ધ્વજાદંડ પર 7.5 કરોડનો સોનાનો ઢોળ ચડાવાયો. તો 2 ફૂટના 7 કળશ પર 1.40 કિલોગ્રામનો સોનાનો ઢોળ ચડાવી સુશોભિત કરાયા.

ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવું પરિસર તૈયાર કરવામાં આવ્યુ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરની સાથે જ દૂધિયા તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ છે. ત્યારે મંદિરના રિનોવેશન બાદ મંદિરના શિખર પર 2 કિલો 900 ગ્રામનો સોનાનો ઢોળ ચઢાવેલા 8 કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આગામી સમયમાં બીજા 5 કળશ યજ્ઞશાળા પર લગાવવામાં આવશે.

કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિલોનો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય શિખરો પર 2 ફૂટના 7 સોનાનો ઢોળ ચઢાવેલા કળશ સ્થાપીત કર્યા હતા. અન્ય 2-2 ફૂટના 7 કળશ પર રૂ. 7 કરોડના 1 કિલો 400 ગ્રામ સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યા છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

એક દાતા દ્વારા પાવાગઢ મંદિરમાં રૂ.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનું દાન કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ કરીને નવા બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત કરાતા મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર શિખર બધ્ધ બન્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">