PANCHMAHAL : હાલોલ નગરપાલિકામાં વિવિધ વિકાસ કામોમાં ગેરરિતીની ભાજપના કોર્પોરેટરની રજુઆત

હાલોલ નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં સરકારી નીતિનિયમોને નેવે મુકીને ગેરરીતિઓ તેમજ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું ભાજપના કોર્પોરેટર દ્વારા રજૂઆત રીજનલ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ વિજીલન્સને કરવામાં આવી હતી, જે રજૂઆતના અનુસંધાને વિજીલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોકાવનારી હકીકતો સામે આવી હતી.

PANCHMAHAL : હાલોલ નગરપાલિકામાં વિવિધ વિકાસ કામોમાં ગેરરિતીની ભાજપના કોર્પોરેટરની રજુઆત
હાલોલ નગરપાલિકા (ફાઇલ)
Follow Us:
Nikunj Patel
| Edited By: | Updated on: Dec 15, 2021 | 4:05 PM

પંચમહાલ જીલ્લાની હાલોલ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૧ સુધીના વિવિધ વિકાસના કામોમાં ચોક્કસ એજન્સીઓને લાભ કરાવવા ગેરરીતીઓ આચરી હોવાની રજૂઆત થઇ છે. આ રજૂઆત પાલિકાના જ સભ્ય દ્વારા કરવામાં આવ્યા બાદ વિજીલન્સ તપાસમાં પણ ગેરરીતિઓ સહીત માતબર સરકારી રકમનો દુરુપયોગ તેમજ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના રીપોર્ટને આધારે પાલિકાના પદાધિકારીઓ સહીત અધિકારીઓને સરકારી નાણાની વસુલાત કરવા અંગેની નોટીસ મળતા હાલોલમાં ચકચાર મચી છે.

હાલોલ નગરપાલિકામાં છેલ્લા ૪ ટર્મથી ભાજપનું શાસન છે. હાલોલ નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં સરકારી નીતિનિયમોને નેવે મુકીને ગેરરીતિઓ તેમજ કૌભાંડ આચરવામાં આવતું હોવાનું ભાજપના કોર્પોરેટર દ્વારા રજૂઆત રીજનલ મ્યુનિસિપલ કમિશ્નર તેમજ વિજીલન્સને કરવામાં આવી હતી, જે રજૂઆતના અનુસંધાને વિજીલન્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોકાવનારી હકીકતો સામે આવી હતી. વિજીલન્સ દ્વારા રજુ કરવામાં આવેલા તપાસ રીપોર્ટમાં સામે આવ્યું છે કે વિકાસના કામો માટે નક્કી કરવામાં આવતી એજન્સીઓને સરકારી તમામ નિયમો નેવે મુકીને કામો આપવામાં આવ્યા છે. તો આવાસ યોજનામાં પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ખર્ચની રકમ કરતા વધુ ખર્ચ કરવામાં આવ્યો છે.

હાલોલ પાલિકા દ્વારા નગરમાં પાણી પુરવઠા,પાણી એકત્રીકરણ અને વિતરણ , નવીન બોરનું શારકામ, સ્ટ્રીટ લાઈટનું કામ, સ્ટ્રોમ વોટરનું કામ, હેન્ડપમ્પ રીપેરીંગ, પેવર બ્લોકનું કામ, ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ,સી.સી.રોડ રીપેરીંગનું કામ , તળાવ ઊંડા કરવા તેમજ જેસીબી અને હીટાચી મશીન દ્વારા કરવામાં આવતા કામો વગેરે વિકાસના કામોમાં પાલિકાના સત્તાધીશો દ્વારા અમુક ચોક્કસ એજન્સીઓ-કોન્ટ્રાક્ટરોને આર્થિક લાભ પહોંચાડવા માટે પાલિકામાંથી કામોની વહીવટી કે તાંત્રિક મજુરી મેળવ્યા વગર અને સરકારે નક્કી કરેલા કામોના ભાવો કરતા ઊંચા ભાવે તેમજ મોટાભાગના કામોમાં ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના જ કામોના વર્ક ઓર્ડર એજન્સીઓને આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલોલ નગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૩ થી ૨૦૨૦ સુધી અંદાજીત રૂ.૧૩ કરોડના કામો કરવામાં આવ્યા છે. જેમાં આ પ્રકારની ગેરરીતી સામે આવતા પ્રાદેશિક કમિશનર નગરપાલિકા,વડોદરા દ્વારા વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી અને ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી નગરપાલિકાના ચુટાયેલા તમામ કોર્પોરેટરો તેમજ જવાબદાર અધિકારીઓ અની કર્મચારીઓને ગેરરીતી આચરવામાં આવેલા નાણા તેમની પાસેથી કેમ ન વસુલવા તે અંગે ખુલાસો માંગતી નોટીસો આપવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પ્રાદેશિક કમિશનર દ્વારા હાલની ટર્મ અને તે અગાઉની ટર્મના ભાજપ અને કોંગ્રેસના તમામ ૩૬ સભ્યોને ગેરરીતી અંગે નાણા વસુલાત અંગેના ખુલાસાની નોટીસ આપતા જ હાલોલ પાલિકા સહીત શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. નગરપાલિકાના ચુંટાયેલા સભ્યો અને પૂર્વ સભ્યોને નોટીસ મળતાની સાથે જ બેઠકોનો દોર શરુ થયો હતો અને પાલિકાના હાલના પાલિકાના સભ્યો દ્વારા તેમને મળેલી નોટીસના ખુલાસા રજુ કરવા માટે પાલિકાના ચીફ ઓફિસરને તેમના રીપ્રેઝન્ટેટીવ તરીકે સર્વાનુમતે ઠરાવી સત્તા આપી હતી, જે અંગે હવે સુનાવણી હાથ ધરનાર છે. આ તરફ ભાજપના કોર્પોરેટરો દ્વારા તેમની પર લગાવવામાં આવેલ આક્ષેપો ખોટા અને સરકારી અધિકારીઓની ટેકનીકલ ખામીને લઈને સમગ્ર મામલો સામે આવ્યો છે.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">