AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: ગોધરામાં વૃદ્ધની હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેકી દીધી, 9 દિવસ બાદ 110 કિમી દૂરથી મળી

ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે કેટલાક શકમંદ ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી , જે દરમિયાન એક મહિલા સહિત ત્રણ ઈસમો શંકાના ઘેરામાં આવતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી જેમાં હત્યાની કબુલાત કરી હતી.

Panchmahal: ગોધરામાં વૃદ્ધની હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેકી દીધી, 9 દિવસ બાદ 110 કિમી દૂરથી મળી
ગોધરામાં વૃદ્ધની હત્યા કરી લાશ નર્મદા કેનાલમાં ફેકી દીધી, 9 દિવસ બાદ 110 કિમી દૂરથી મળી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 6:26 PM
Share

ગોધરા (Godhra) ના નિવૃત્ત બેંક કર્મચારી 4 માર્ચના રોજ ગુમ થયા હતા. આ કેસમાં ત્રણ શંકાપ્સદ લોકોની પુછપરછ કરતાં બેંક કર્મચારી મનહરભાી ઝાલાની હત્યા (Murder) કરી લાશ કેનાલમાં નાખી દીધી હોવાવું કબુલ્યું હતું. 9 દિવસથી પોલીસ (Police) તેમની શોધખોળ કરી રહી હતી પણ ક્યાંય તેમની ભાળ મળી નહોતી. દરમિયાન આજે મનહર ભાઈ ઝાલાની હત્યા કરી ફેંકી દેવામાં આવેલ લાશ ગાંધીનગર (Gandhinagar)  પાસેના અડાલજ નજીક નર્મદા કેનાલ (Narmada canal) માંથી મળી આવી હતી. પોલીસે હત્યાના આ બનાવમાં 3 આરોપીઓની ધરપકડ પણ કરી છે.

ગોધરાના નવદીપ નગર સોસાયટી ના 68 વર્ષીય રહીશ મનહરભાઈ ઝાલા ગત 4 માર્ચે ગુમ થયા હોવાની ફરિયાદ પરિજન દ્વારા ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસના ભાગરૂપે કેટલાક શકમંદ ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી , જે દરમિયાન એક મહિલા સહિત ત્રણ ઈસમો શંકાના ઘેરામાં આવતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી જેમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

શકમંદ રેખાબેન પરમારે રૂપિયાની લેતી દેતી મામલે પોતાના પ્રેમી સાથે મળી વૃધ્ધની હત્યા કરાવી હોવાની હકીકત સામે આવી હતી. ગત 4 માર્ચના રોજ મરણ પામનાર મનહર ભાઈ ઝાલા શહેરા તાલુકાના છાણીપ ગામેથી ધાર્મિક પ્રસંગ પતાવી આરોપી રેખાબેનની ઇકો વાનમાં પરત ગોધરા ફરી રહ્યા હતા દરમિયાન વાનમાં સવાર આરોપી સંજય દેવી પૂજક અને રાહુલે કોઈ કામનું બહાનું જણાવી મારુતિવાન અમદાવાદ રોડ પર આવેલ એકસઠ પાટિયા પાસે લઇ ગયા હતા ત્યાં રસ્તામાં જ મનહર ભાઈના ગળામાં દોરીનો ટૂંપો આપી મોત નિપજાવ્યું હતું. ત્યાર બાદ મનહર ભાઈની લાશને નર્મદા કેનાલમાં ફેકી દીધી હોવાની હકીકત સામે આવી હતી.

આ સમગ્ર હકીકત સામે આવ્યા બાદ પોલીસે મહિલા સહિત ત્રણે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી ત્યાર બાદ પંચમહાલ પોલીસે NDRF તેમજ ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમની મદદ લઇ મનહરભાઈની લાશની શોધખોળ હાથ ધરી હતી. જોકે લાશ શોધવામાં સફળતા મળી ન હતી ત્યાર બાદ નાયબ પોલીસ અધિક્ષક ગોધરા દ્વારા 10 જેટલી અલગ અલગ ટીમો બનાવી કેનાલ વિસ્તારમાં શોધખોળ શરૂ કરી હતી. સતત આઠ દિવસની ભારે જહેમત બાદ આખરે મનહર ભાઈ ઝાલાની લાશ પંચમહાલથી 110 કિલોમીટરના અંતરે આવેલ અડાલજ પાસે નર્મદા કેનાલમાંથી મળી આવી હતી.

કોહવાયેલી હાલતમાં મળી આવેલ મનહર ભાઈની લાશની ઓળખને લઇ પોલીસ મૂંઝવણમાં મુકાઈ હતી જોકે મૃતકે પહેરેલ શર્ટના કોલરમાં ગોધરાના ટેલરના ટેગના આધારે લાશની ઓળખ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે લાશનો કબ્જો મેળવી હત્યામાં સામેલ એક મહિલા સહીત ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Mehsana: પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ફરી રાજકારણમાં સક્રિય

આ પણ વાંચોઃ અમદાવાદ : પૂર્વ મંત્રી આઇ.કે.જાડેજાને હાર્ટ એટેક આવતા UN MEHTA હોસ્પિટલ ખસેડાયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">