Breaking News: પશુપાલકો આનંદો, પંચમહાલની પંચામૃત ડેરીએ દૂધના ફેટના ભાવમાં કર્યો વધારો
Panchmahal: પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય કરતા દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો છે. ડેરીએ કિલો ફેટએ 20 રૂપિયાનો વધારો કર્યો છે.
Panchmahal: પંચમહાલ જિલ્લાની પંચામૃત ડેરીએ દૂધના ફેટના ભાવમાં વધારો કર્યો છે. પશુપાલકોના હિતને જોતા પંચામૃત ડેરીએ દૂધના ફેટના ભાવમાં કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કર્યો છે. આ નવા ભાવ સાથે પશુપાલકોને કિલો ફેટ દીઠ રૂપિયા 820 ચૂકવવામાં આવશે. આ ભાવ વધારો 21મી ઓગષ્ટથી અમલી બનશી. આ ભાવવધારાથી પંચમહાલ સહિત, મહીસાગર અને દાહોદના હજારો પશુપાલકોને ફાયદો થશે.
પંચામૃત ડેરીની યોજાઈ 50મી સાધારણ સભા
પંચમહાલ ડેરીની 50મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમા દાહોધના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, લુણાવાડાના માજી ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ, અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતા, દૂધ સંઘના નિયામક મંડળના સભ્યો, સભાસદો, મંડળીના ચેરમેન, સેક્રેટરીઓ સહિતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ 2022-23 દરમિયાન વાર્ષિક 73 કરોડ લ7 કિલો દૂધ સંપાદન થયુ
ડેરીની સાધારણ સભા દરમિયાન દૂધ સંઘના મેનેજિંગ ડિરેક્ટર મિતેષ મહેતાએ સભાને સંબોધી હતી. ત્યારબાદ અધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે જાહેર સભાને સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે તેમના 14 વર્ષના કાર્યકાળ દરમિયાન સૌના સાથ સહકાર થકી થયેલા વિકાસકામોનો ચિતાર રજૂ કર્યો હતો. સાથે જ ચેરમેને જણાવ્યુ હતુ કે દૂધ ઉત્પાદનમાં પાંચ ગણો વધારો કરી વર્ષ 2022-23 દરમિયાન દૈનિક દૂધ સંપાદન 20 લાખ 5 હજાર કિલો થયુ છે. જે વાર્ષિક 73 કરોડ 17 લાખ કિલો દૂધ સંપાદન થયુ છે અને સરેરાશ દર 10 દિવસે રૂપિયા 90 કરોડનું ચુકવણુ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વધતી જતી દીપડાની સંખ્યાએ ચિંતા વધારી, 6 વર્ષમાં દીપડાની વસતીમાં 63 ટકાનો વધારો, જૂઓ Video
દૂધ સંઘનું વર્ષ 2022-23નું ટર્ન ઓવર રૂપિયા 4154 કરોડ થયુ
છેલ્લા 14 વર્ષમાં દૂધ ઉત્પાદકોને ત્રણ ગણુ વધારે વળતર ચૂકવતા વર્ષ 2022-23 દરમિયાન સરેરાશ પ્રતિ કિલો ફેટના રૂપિયા 883 ચૂકવ્યા હતા. દૂધ સંઘના ટર્ન ઓવરમાં 14 વર્ષમાં 11 ગણા વધારા સાથે અને ગત વર્ષ કરતા 29% વધારા સાથે દૂધ સંઘનું વર્ષ 2022-23નું ટર્ન ઓવર રૂપિયા 4154 કરોડ થયુ છે. દૂધ સંઘનો નફામાં ગત વર્ષની સરખામણી કરતા 32% વધારો થવા સાથે વર્ષ 2022-23 દરમિયાન દૂધ સંઘનો ચોખ્ખો નફો રૂપિયા 20 કરોડ 02 લાખ થયો છે. 2022-23માં મહત્તમ 15% ડિવિડન્ટ ચૂકવવા અંગેની જાહેરાત કરવામાં આવી. અધ્યક્ષ જેઠા ભરવાડે કિલો ફેટે રૂપિયા 20નો ભાવવધારો કરી ગુજરાતમાં દૂધનો ભાવ રૂપિયા 820 કરવામાં આવ્યો. આ જાહેરાત સાથે દૂધ મંડળીના સભાસદોમાં ઉત્સાહની લાગણી પ્રસરી છે.
Input Credit- Nikunj Patel- Panchmahal
પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો