ગોધરાના ભૂરાવાવમાં શાળા ખસેડવા મુદ્દે વિવાદ, વિદ્યાર્થીઓને અન્ય શાળામાં લઈ જવાતા વાલીઓએ કર્યો વિરોધ, જુઓ VIDEO
પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવ ગામે શાળા ખસેડવા મુદ્દે વિવાદ વકર્યો છે. મિશ્રશાળાના બે વર્ગો જર્જરીત હોવાથી ધોરણ 7 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓને SRP શાળામાં ખસેડવામાં આવ્યા છે. જેને પગલે ધોરણ 1થી 6ના વાલીઓએ જોરદાર વિરોધ કર્યો છે. Web Stories View more કર્ઝમાં ડૂબેલા વ્યક્તિએ ક્યુ વ્રત કરવુ જોઈએ? એલચી પર્સમાં રાખવાથી શુ થાય છે? આજનું રાશિફળ તારીખ […]
પંચમહાલમાં ગોધરાના ભૂરાવાવ ગામે શાળા ખસેડવા મુદ્દે વિવાદ વકર્યો છે. મિશ્રશાળાના બે વર્ગો જર્જરીત હોવાથી ધોરણ 7 અને ધોરણ-8ના વિદ્યાર્થીઓને SRP શાળામાં ખસેડવામાં આવ્યા છે. જેને પગલે ધોરણ 1થી 6ના વાલીઓએ જોરદાર વિરોધ કર્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વાલીઓએ તેમના બાળકોને ખાનગી શિક્ષક રોકીને મિશ્ર શાળાની બહાર ટેન્ટ બાંધીને બાળકોને શિક્ષણ અપાવવાનું શરૂ કર્યું છે. વાલીઓએ તેમના બાળકોને જર્જરીત શાળામાં બેસાડવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.
જ્યાં સુધી સમારકામ ન થાય ત્યાં સુધી શાળાની બહાર બેસાડીને જ તેઓ પોતાના બાળકોને અભ્યાસ કરાવશે. વાલીઓનો આક્ષેપ છે કે થોડા સમય પહેલા જ તેમને જર્જરીત શાળાના સમારકામનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી આ વાયદો પૂર્ણ ન થતાં વાલીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો