માવઠાથી નુકસાન સામે 3.39 લાખથી વધુ ખેડૂતોને 1098 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે યોજાયેલ કેબેનિટની બેઠકમાં ખેડૂતોને માટે જાહેર કરાયેલ રાહત પેકેજની કાર્યવાહીની સમિક્ષા હાથ ધરાઈ હતી. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE અને VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ગુજરાત સરકારની આજે મળેલ કેબિનેટની બેઠકમા લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા સરકારના પ્રવકતા પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, ગુજરાતમાં આ વર્ષે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો પૈકી અત્યા સુધીમાં 3 લાખ 39 હજારથી વધુ ખેડૂતોને 1098 કરોડની સહાય બેંક એકાઉન્ટ દ્વારા ચૂકવાઈ છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે યોજાયેલ કેબેનિટની બેઠકમાં ખેડૂતોને માટે જાહેર કરાયેલ રાહત પેકેજની કાર્યવાહીની સમિક્ષા હાથ ધરાઈ હતી. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે ગામના VCE અને VLE મારફત હજુ પણ અરજી પ્રક્રિયા ચાલી રહી છે, જે આગામી તા. 5 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. અત્યાર સુધીમાં રાજ્યના ખેડૂતો દ્વારા સહાય મેળવવા માટે કુલ 29.80 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી છે.
કૃષિ વિભાગ દ્વારા તબક્કાવાર અરજીઓની ચકાસણી કરવામાં આવી રહી છે અને ચકાસણી બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. આજદિન સુધીમાં કુલ 4.91 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટે કુલ રૂ. 1497 કરોડથી વધુના બીલો તૈયાર કરવામાં આવ્યા છે. જે પૈકી અત્યાર સુધીમાં 3.39 લાખથી વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતોના બેન્ક ખાતામાં રૂ. 1098 કરોડથી વધુ સહાયની ચૂકવણી કરવામાં આવી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
